Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ઓનલાઇન ગેમ્સનું વળગણ : બાળકો તેમજ પુખ્ત વયના લોકો મોબાઈલના હેવાયા થઇ ગયા છે તેમાં કોઈ શંકા નથી : પરંતુ વ્યક્તિગત નૈતિકતાની બાબતમાં કોર્ટ હસ્તક્ષેપ કરી શકે નહીં : રાજ્ય સરકાર સમક્ષ રજુઆત કરો : મદ્રાસ હાઇકોર્ટ

મદ્રાસ : બાળકો તેમજ પુખ્ત વયના લોકોમાં ઓનલાઇન ગેમ્સની લત લાગી ગઈ હોવાથી મદ્રાસ હાઇકોર્ટ સમક્ષ જાહેર હિતની અરજી કરાઈ હતી.

જે  બાબતે નામદાર કોર્ટે જણાવ્યું હતું કે બાળકોમાં તથા મોટેરાંઓમાં ઓનલાઇન ગેમ્સનું વળગણ જોવા મળી રહ્યું છે . તેઓ મોબાઈલના હેવાયા થઇ ગયા છે તેમાં કોઈ શંકા નથી . પરંતુ વ્યક્તિગત નૈતિકતાની બાબતમાં કોર્ટ હસ્તક્ષેપ કરી શકે નહીં . તેવું નામદાર કોર્ટે જણાવ્યું હતું.

અરજીમાં તમામ ઓનલાઇન  અને ઓફલાઈન  વિડિઓ ગેમ્સ ઉપર  રોક લગાવવા તથા આવી રમતો રમવા માટે ઉપયોગમાં લેવાતા કમ્પ્યુટર, મોબાઇલ ફોન અથવા અન્ય ઉપકરણોને ટ્રેક કરવા માટે યોગ્ય પદ્ધતિઓ લાવવા દિશા નિર્દેશો માંગવામાં આવ્યા હતા.

મુખ્ય ન્યાયાધીશ સંજીબ બેનર્જી અને ન્યાયાધીશ સેન્થિલકુમાર રામામૂર્તિની ખંડપીઠે જાહેર હિતની અરજીનો નિકાલ કરતાં જણાવ્યું હતું કે અરજદારે પહેલા આ મુદ્દે સરકારનો સંપર્ક કરવો જોઇએ, કારણ કે આ નીતિ વિષયક બાબત છે.  જેના પર કોર્ટને યોગ્ય અનુભવ કે કુશળતા હોતી નથી.તેવું બી.એન્ડ.બી.દ્વારા જાણવા મળે છે.

(8:33 pm IST)