Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ફાઇનલ પરીક્ષા રદ કરવાની રેસિડન્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટર્સની પિટિશન સુપ્રીમ કોર્ટે નામંજૂર કરી : મોટા ભાગના ડોક્ટર્સ કોવિદ -19 સારવારમાં રોકાયેલા હોવાથી એસેસમેન્ટ પધ્ધતિ મુજબ પરિણામ આપવા માંગણી કરી હતી

ન્યુદિલ્હી : હાલના કોવિદ -19 સંજોગોમાં રેસિડન્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટર્સ દર્દીઓની સારવારમાં રોકાયેલા હોવાથી તેઓની ફાઇનલ પરીક્ષા રદ કરવા અને એસેસમેન્ટ પધ્ધતિ મુજબ પરિણામ આપવા ડોક્ટર્સના એક જૂથે માંગણી કરી હતી . જે સુપ્રીમ કોર્ટે નામંજૂર કરી છે.

ન્યાયાધીશ ઇન્દિરા બેનર્જી અને ન્યાયાધીશ વી.રામસુબ્રમણ્યમની ખંડપીઠે જણાવ્યું હતું કે વૈકલ્પિક મૂલ્યાંકન એટલે કે એસેસમેન્ટ પદ્ધતિ મુજબ પરિણામ આપવાનો નિર્ણય કરવાનું કોર્ટની હકુમતમાં આવતું નથી.

નામદાર કોર્ટે ઉમેર્યું હતું કે "એવા વિદ્યાર્થીઓ પણ હોય છે  કે જેઓ પરીક્ષા આપવા માટે તતપર હોય છે. જે માટે તેઓ વિદેશ પ્રવાસ કરવા પણ  તૈયાર હોય છે.

નામદાર  કોર્ટે જણાવ્યું હતું કે આ માટે તમો વ્યક્તિગત રીતે તમારી યુનિવર્સીટીનો સંપર્ક કરી શકો છો .કારણકે કોવિદ -19 ની પરિસ્થિતિ દરેક રાજ્યમાં સમાન નથી. દિલ્હીમાં કેસ ઘટ્યા છે તો કેરાલામાં વધ્યા છે. તેથી સુપ્રીમ કોર્ટ આ બાબતમાં દેશવ્યાપી નિર્ણય લઇ શકે નહીં.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા  મળે છે.

 

(8:18 pm IST)