Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ડોક્ટરોના કારણે કોરોના સામે લડવામાં મદદ મળી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ડોક્ટર્સ ડે પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ડોક્ટર્સની પ્રશંસા કરી : ઈન્ડિયન મેડિકલ એસોસિએશનને યોગના ફાયદાને લઈને રિસર્ચ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આહવાન

નવી દિલ્હી, તા. : પીએમ નરેન્દ્ર મોદીએ ડોક્ટર્સ ડે પર ઈન્ડિયન મેડિકલ એસોસિએશનને આહ્વાન કર્યુ કે, તે યોગના ફાયદાને લઈને રિસર્ચ કરે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, જ્યારે ડોક્ટર યોગ પર સ્ટડી કરે છે તો વિશ્વ વાતને ગંભીરતાથી લે છે. શું આઈએમએ તરફથી આવા અભ્યાસને મિશન મોડ પર આગળ વધારી શકાય છે? શું યોગ પર તમારી સ્ટડી ઇન્ટરનેશનલ જર્નલ્સમાં પ્રકાશિત થઈ શકે છે. પ્રધાનમંત્રીએ કહ્યુ- આજે આપણા ડોક્ટરો તરફથી કોવિડ પ્રોટોકોલ તૈયાર કરવામાં આવી રહ્યાં છે અને તેને લાગૂ કરાવવામાં આવી રહ્યાં છે. આપણે જોયું કે કઈ રીતે મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઇગ્નોર કરવામાં આવ્યું હતું. પરંતુ તમામ મુશ્કેલીઓ છતાં ભારતની સ્થિતિ ઘણા વિકસિત દેશોના મુકાબલે પણ સ્થિર અને સારી રહી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે હું તમને બધા લોકોને અપીલ કરુ છું કે સંપૂર્ણ જાગરૂકતાની સાથે કોરોના પ્રોટોકોલનું પાલન કરે. આજકાલ ચિકિત્સા જગત સાથે જોડાયેલા લોકો યોગને પ્રમોટ કરવા માટે આગળ આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે, ઘણી આધુનિક મેડિકલ સાયન્સ સંસ્થા તે વાત પર સ્ટડી કરી રહી છે કે કોરોના સંક્રમિત થયા બાદ કઈ રીતે યોગ લોકોને સાજા કરવામાં મદદ કરે છે. પ્રધાનમંત્રીએ તકે ડોક્ટરોની પ્રશંસા કરતા કહ્યુ કે, આપણા ડોક્ટરોના જ્ઞાન અને અનુભવને કારણે કોરોના વાયરસ સામે લડવામાં મદદ મળી રહી છે. હેલ્થ સેક્ટરનું બજેટ પણ સરકારે બમણુ કરી દીધું છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે દેશ જ્યારે કોરોના સામે જંગ લડી રહ્યો છે તો ડોક્ટરોએ દિવસ રાત મહેનત કરી લાખો લોકોના જીવ બચાવ્યા છે. પુણ્ય કાર્ય કરતા દેશના ઘણા ડોક્ટરોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હું જીવ ગુમાવનારા બધા ડોક્ટરોને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપુ છું. પીએમ મોદીએ કહ્યુ કે, ડો. બીસી રોયની સ્મૃતિમાં મનાવવામાં આવતો દિવસ આપણા ડોક્ટર, આપણી મેડિકલ ફેટર્નિટીના ઉચ્ચ આદર્શોનું પ્રતિક છે. ખાસ કરીને છેલ્લા . વર્ષમાં આપણા ડોક્ટરોએ જે રીતે દેશવાસીઓની સેવા કરી છે તે એક મિસાલ છે. અમારી સરકારે ડોક્ટરો વિરુદ્ધ હિંસા રોકવા માટે પાછલા વર્ષે કાયદામાં અનેક આકરી જોગવાઈ કરી. સાથે અમે અમારા કોવિડ વોરિયર્સ માટે ફ્રી વીમા કવર સ્કીમ પણ લાવ્યા છીએ.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, અમે આવા ક્ષેત્રમાં સ્વાસ્થ્ય માળખાને મજબૂત કરવા માટે ૫૦ હજાર કરોડ રૂપિયાની ક્રેડિટ ગેરંટી સ્કીમ લઈને આવ્યા છીએ, જ્યાં સ્વાસ્થ્યની સુવિધાની કમી છે. વર્ષે હેલ્થ બજેટ પણ બે લાખ કરોડ રૂપિયાથી વધી ગયું છે.

પ્રધાનંત્રીએ કહ્યુ, તેનું પરિણામ છે કે આટલા ઓછા સમયમાં જ્યાં અન્ડરગ્રેજ્યુએટ સીટ્સમાં દોઢ ગણો વધારો થયો છે, પીજી સીટ્સમાં ૮૦ ટકાનો વધારો થયો છે. ૨૦૧૪ સુધી દેશમાં માત્ર એમ્સ હતી. વર્ષોમાં ૧૫ નવી એમ્સનું કામ શરૂ થઈ ગયું છે.

(8:00 pm IST)