Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ડિજિટલ મીડિયાને નિયંત્રિત કરતા આઇટી રૂલ્સ 2021 ને પત્રકારનો પડકાર : આ રૂલ મનસ્વી ,ગેરકાયદે અને દેશના બંધારણની કલમ 14 ,19 ,અને 21 ના ભંગ સમાન છે : તેને પ્રતિનિધિ મંડળના બંધારણની ઉપરવટ જઈને પસાર કરવામાં આવ્યો છે : બોમ્બે હાઇકોર્ટમાં પત્રકાર નિખિલ મંગેશ વાગલેની પિટિશન

મુંબઈ : બોમ્બે હાઇકોર્ટમાં પત્રકાર નિખિલ મંગેશ વાગલેએ પિટિશન દાખલ કરી ડિજિટલ મીડિયાને નિયંત્રિત કરતા આઇટી રૂલ્સ 2021 ને પડકાર્યો છે.

તેણે જણાવ્યું છે કે આ રૂલ  મનસ્વી ,ગેરકાયદે ,અને દેશના બંધારણની કલમ 14 ,19  ,અને  21 ના ભંગ સમાન છે . તથા તેને પ્રતિનિધિ મંડળના બંધારણની ઉપરવટ જઈને પસાર કરવામાં આવ્યો છે .

અભય નેવાગી એન્ડ  એસોસિએટ્સ દ્વારા દાખલ કરાયેલી  અરજીમાં વાગલેએ  રજૂઆત કરી છે કે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી 2021ના નિયમો મનસ્વી, ગેરકાયદેસર અને ભારતના બંધારણની કલમ 14, 19 અને 21 હેઠળના મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે અને સત્તાની ઉપરવટ જઈને અમલી બનાવેલ  છે.

વાગલેએ પોતાની અરજીમાં જણાવ્યું છે  કે, આઇટી  રુલ  7 દ્વારા જોહુકમી થવાનો ભય છે. જે હાલના કાયદાઓ પૈકી  કોઈપણ કાયદા’ હેઠળ મીડિયાને સજા આપવા માટે એન્ફોર્સમેન્ટ એજન્સીને સત્તા આપે છે.

તેમણે દલીલ કરી હતી કે આ જોગવાઈની  ગંભીર અસર થશે કારણ કે માનહાનિના કેસોમાં અથવા ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી  હોવાના કારણસર આઇટી એક્ટ હેઠળ ગુનાહિત કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

આ બાબત એન્ફોર્સમેન્ટ અધિકારીઓને અમુક અંશે કાયદો હાથમાં લેવાની સત્તા આપી દયે છે. આ રૂલ અમલી બનાવનારાઓના હેતુઓ વિષે શંકા પ્રેરે છે.કારણકે તે નાગરિકના પ્રાઇવસીના અધિકારનો ભંગ કરે છે.

વાગલેએ ઉમેર્યું હતું કે આઇટી રૂલ સુપ્રીમ કોર્ટે  શ્રેયા સિંઘલ બાબતે આપેલા ચુકાદાની પણ અવગણના કરે છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:42 pm IST)