Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

શેરીના કુતરાઓને પણ ખાવા પીવાનો અધિકાર છે : જો કૂતરાઓનો ત્રાસ ન હોય તો રહેવાસીઓ પણ તેને ખવડાવવાનો અધિકાર ભોગવી શકે છે : કૂતરાઓનું ખસીકરણ કરવું જરૂરી : તેને ઇજા થાય ત્યારે મ્યુનિ.કોર્પો. તેની સારવાર કરાવે : દિલ્હી હાઇકોર્ટ

ન્યુદિલ્હી : શેરીના કુતરાઓને ખવડાવવાની બાબતે બે પક્ષો વચ્ચે તકરાર થતા તેઓએ સમાધાન થઇ ગયા પછી આ અંગે નીતિ નક્કી કરવા દિલ્હી હાઇકોર્ટ સમક્ષ રજુઆત કરી હતી.

જેના અનુસંધાને નામદાર કોર્ટે જણાવ્યું હતું કે શેરીના કુતરાઓને પણ ખાવા પીવાનો અધિકાર છે . અને તેઓને ખવડાવવાનો રહેવાસીઓનો અધિકાર છે . અલબત્ત કુતરાનો ત્રાસ હોય કે તે બીજાને કરડતા હોય કે નુકશાન પહોંચાડતા હોય તો એનિમલ વેલ્ફેર બોર્ડ અથવા મ્યુનિ.કોર્પો.સમક્ષ રજુઆત કરી શકાય છે.

નામદાર કોર્ટે ઉમેર્યું હતું કે કૂતરાઓનું ખસીકરણ કરવું જરૂરી છે. અને  તે થઇ ગયા પછી તેને પાછા પોતાના વિસ્તારમાં પહોંચાડી દેવા જોઈએ .
જો તેને કઈ ઇજા થાય તો મ્યુ.કોર્પો.એ તેની સારવાર કરાવવી જોઈએ.
આમ શેરીના કુતરાઓ માટે દિલ્હી હાઇકોર્ટે અમુક નીતિ નિયમો નક્કી કરી આપ્યા હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:46 pm IST)