Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

બીડી સિગારેટ પીવાથી કે તમાકુ ખાવાથી કોવિદ -19 નો ભય ઓછો થાય છે : બોમ્બે હાઇકોર્ટમાં બીડી સિગારેટ મર્ચન્ટસ ફેડરેશનની પિટિશન : ચીફ જસ્ટિસ દિપાંકર દત્તાએ પિટિશન માન્ય રાખી : આવતા સપ્તાહમાં સુનાવણી

મુંબઈ : બોમ્બે હાઇકોર્ટ સમક્ષ રિટેલ બીડી સિગારેટ મર્ચન્ટસ ફેડરેશને  પિટિશન દાખલ કરી છે. જેમાં જણાવાયું છે કે બીડી સિગારેટ પીવાથી કે તમાકુ ખાવાથી કોવિદ -19 નો ભય ઓછો થાય છે . ચીફ જસ્ટિસ દિપાંકર દત્તા તથા જસ્ટિસ જી.એસ. કુલકર્ણીની બેન્ચે પિટિશન માન્ય રાખી સુનાવણી આવતા સપ્તાહ ઉપર રાખી છે.

મુખ્ય ન્યાયાધીશ દિપાંકર દત્તા અને ન્યાયાધીશ જી.એસ. કુલકર્ણીની ખંડપીઠે એપ્રિલ 2021 માં એક કેસની સુનાવણી દરમિયાન સૂચન કર્યું હતું કે કોવિદ -19 રોગચાળાના સમયગાળા દરમિયાન સિગારેટ અને બીડી ઉપર કામચલાઉ પ્રતિબંધ મુકવામાં આવશે. કારણકે તેનાથી કોવિદ -19 કેસોમાં વધારો થવાનો સંભવ છે.

એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોનીએ ટાટા મેમોરિયલ સેન્ટરના  વિભાગ હેઠળ કાર્યરત એક અહેવાલ રજૂ કર્યો હતો જેમાં દર્શાવાયું  હતું કે  COVID-19 ના દર્દીઓમાં ધૂમ્રપાન કરનારાઓ નું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું.

સામે પક્ષે અરજદારોના એડવોકેટે કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રિસર્ચનો  અભ્યાસ રજૂ કર્યો હતો  .જેમાં જણાવાયું હતું કે ધુમ્રપાન કરનારાઓ કોવિદ  -19 ના ભોગ ઓછા બને છે.

નામદાર કોર્ટે સુનાવણી આવતા સપ્તાહ ઉપર રાખી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:12 pm IST)