Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

બિનજરૂરી હરિફાઇથી ભારત બરબાદ થશેઃ ચીની અખબારોની બૂમાબૂમ

બૈજીંગ, તા. ૧ : ચીન સાથેની લદ્દાખથી લઈને અરૂણાચલ પ્રદેશની બોર્ડર સુધી ભારતે વધારાના ૫૦૦૦૦ સૈનિકોની તૈનાતી કર્યા બાદ ચીનનુ સરકારી અખબાર ભડકી ઉઠયુ છે. ભારતે કુલ ર લાખ સૈનિકો તૈનાત કર્યા છે.

ચીનના સરકારી અખબારે ધમકી આપી છે કે, ભારત જો પશ્ચિમ દેશોના ઈશારે ચીન સાથે બીનજરૂરી સ્પર્ધામાં ઉતરશે તો બરબાદ થઈ જશે. સમાચાર પત્રએ સલાહ આપી છે કે, ચીન અને ભારતે એક બીજાની શકિતનો ઉપયોગ કરવો જોઈએ.

અખબારે તાજેતરમાં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે લદ્દાખની મુલાકાત લીધી હતી તેના પર પણ ટિપ્પણી કરી હતી. સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સે કહ્યુ છે કે, ઙ્કભારત અને ચીન વચ્ચેના તનાવને દુર કરવા માટે આ પ્રકારની મુલાકાતથી કોઈ મદ મળશે નહીં. રાજનાથસિંહની યાત્રા ભારતના આકરા વલણને દર્શાવે છે. જોકે તેનાથી ફાયદો નહીં થાય. ભારતને ચીન સાથે સૈન્ય સંઘર્ષમાં ઉતરીને કોઈ ફાયદો થવાનો નથી, કારણ કે ચીનની આર્મી સામે ભારતની આર્મી નબળી છે.ઙ્ખ

અખબારના અહેવાલમાં કહેવાયુ છે કે, ઙ્કચીન સાથે સંયમ રાખવો ભારતના હિતમાં છે. કોરોનાના કાળમાં પણ ચીનની ઈકોનોમી વિકાસ કરી રહી છે. જ્યારે ભારતની ઈકોનોમી સૌથી ખરાબ દેખાવ કરી રહી છે. લાંબા ગાળે ભારત અને ચીને એક બીજાના વિકાસમાં સહયોગ કરવાની રણનીતિ અપનાવવી જોઈએ.ઙ્ખ

અખબારે દાવો કર્યો છે કે, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા ભારતને કવાડમાં સામેલ કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. આ દેશો ભારત અને ચીન વચ્ચે સ્પર્ધા કરાવવા માટે કોશિશ કરી રહ્યા છે. જેથી લાંબા ગાળે બંને દેશને નુકસાન થાય. આમ અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા એક કાંકરે બે પક્ષીનો શિકાર કરવા માંગે છે. જો ભારત આ દેશોના દબાણમાં બીનજરૂરી હરિફાઈ શરૂ કરશે તો ભારત માટે તે દુસ્વપ્ન સમાન સાબિત થશે.

ઉલ્લેખનીય છે કે, ભારતે હવે ચીન સીમા પર કુલ મળીને બે લાખ સૈનિકો ખડકી દીધા છે. જે ગયા વર્ષ કરતા ૪૦ ટકા વધારે છે. ભારત પણ ચીન સામે હવે આક્રમક રણનીતિ અપનાવવા માંગે છે તેવુ કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે.

(3:51 pm IST)