Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

પરમાણુ ક્ષમતા વધારી અમેરીકાને ટક્કર આપશે ચીનઃ ૧૦૦થી વધુ અંડરગ્રાઉન્ડ મીસાઇલ ચેમ્બર બનાવી

વોશીંગ્ટન, તા., ૧: સુપર પાવર અમેરીકાને ટક્કર દેવા માટે ચીન એડીચોટીનું જોર લગાવી રહયું છે. અમેરીકાની બરાબરી કરવાનું સ્વપ્ન પાળી બેઠેલું ચીન પોતાની પરમાણુ તાકાતમાં સતત વધારો કરી રહયંુ છે. રીપોર્ટને માનીએ તો ચીન દેશના પશ્ચિમી ભાગમાં આવેલા રણ પ્રદેશમાં ૧૦૦ થી વધુ નવી મિસાઇલ ચેમ્બર બનાવી રહયું છે. આ ચેમ્બરમાં ર૪ કલાક મિસાઇલને ફાયરીંગ કરવા માટે તૈયાર રાખવામાં આવે છે.

વોશીંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ કેલીફોર્નીયામાં જેમ્સ માર્ટીન સેન્ટર ફોર નોનપ્રોલીફ્રેશન

સ્ટીઝના શોધકર્તાઓ દ્વારા મળેલી સેટેલાઇટ તસ્વીરોથી જાણવા મળ્યું છે કે ચીનના ગાંસુ પ્રાંતમાં સેંકડો વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા રેગીસ્તાનની કેટલી જગ્યા ઉપર સાઇલો (અન્ડરગ્રાઉન્ડ ચેમ્બર) બનાવવાનું કામ ચાલી રહયું છે. શોધકર્તાઓને ૧૧૯ આવા બાંધકામ સ્થળની માહીતી મળી છે. જયાં ચીન પોતાના બેલેસ્ટીક મિસાઇલો લોન્ચ કરવાની સુવિધા  ઉભી કરી રહી છે.  એવુ માનવામાં આવે છે કે ચીન પાસે ૨૫૦ થી ૩પ૦ પરમાણુ હથીયારોનો જખીરો છે. જો કે ચીન પાસેના મિસાઇલની વાસ્તીવક જાણકારી નથી. ચીન પહેલા પણ 'ડોકોઇ સાઇલો' ને તૈનાત કરી ચુકી છે. શોધકર્તા જેફ્રી લુઇસ મુજબ ૧૪૫ સાઇલો સુધી આ ગણતરી પહોંચે છે. તેમણે કહયું કે અમારૂ માનવું છે કે ચીન ડેટરેંટને મેનેટ રાખવાના હિસ્સાના રૂપમાં પોતાના પરમાણું બળોનો વિસ્તાર કરી રહયું છે. જરૂરી સંખ્યામાં મિસાઇલ રાખી શકે અને અમેરીકી હુમલાથી બચી શકે. મિસાઇલ ચેમ્બરો વચ્ચે લગભગ બે માઇલનું અંતર રાખી એક મોટા ગુંબજ જેવા કવરથી છુપાવવામાં આવે છે. ચીનના નવા નિર્માણો અમેરીકાના હુમલાને જવાબ દેવા માટેછે.

(3:50 pm IST)