Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ચૂંટણી પછી બંગાળમાં થયેલી હિંસા મામલે સુપ્રિમ કોર્ટે માંગ્યો જવાબઃ મમતા-કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચને નોટીસ

નવી દિલ્હી, તા., ૧: સુપ્રિમ કોર્ટે આજે પશ્ચિમ બંગાળમાં ચુંટણી પછી થયેલી હિંસાના મામલામાં સુનાવણી કરી હતી. હિંસાના કારણોની તપાસ માંગતી અરજી ઉપર સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકાર, મમતા સરકાર અને ચુંટણીપંચને નોટીસ આપી છે. અરજીમાં હિંસાના કારણોની તપાસ કરી જવાબદારોને ઓળખી કાઢી તેમને સજા આપવાની માંગ કરવામાં આવી છે. લખનૌના વકીલ રંજના અગ્નિહોત્રીએ આ અરજી કરી છે.

ચુંટણી પછીની હિંસા અંગે ફેકટ ફાઇડીંગ કમીટીએ કેન્દ્રીય ગૃહમંત્રાલયને પોતાનો રીપોર્ટ સોંપી દીધો છે. જેમાં કહેવાયું છે કે પુર્વયોજીત કાવત્રાના ભાગરૂપે હિંસાને અંજામ આપવામાં આવ્યો છે. હિંસામાં ચોક્કસ દળના સમર્થકોને નિશાન બનાવવામાં આવ્યાનું રીપોર્ટ જણાવે છે. આ હિંસામાં રાજનૈતિક કાર્યકર્તાઓ સાથે ગુંડાઓ અને માફીયાઓ પણ સામેલ હતા.

(3:49 pm IST)