Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ભાઇ કૃષ્ણ કુમારને સુપરસ્ટાર બનાવવાનું ગુલશન કુમારનું સપનુ અધુરૂ રહયુ

મુંબઇઃ ગુલશન કુમારે જયુસની દુકાન કરવાથી લઇને કેસેટ કીંગ બનવા સુધીમાં જીવનમાં ઘણું જોયુ હતું. ૧૯૫૬માં જન્મેલ ગુલશન કુમારની ગોળી મારી હત્યા કરાવયેલ પણ તેમની એક ઇચ્છા અધુરી રહી ગયેલ.

ગુલશન કુમારે પોતાના નાના ભાઇ કૃષ્ણ કુમારને સુપરસ્ટાર બનાવવાનું સપનું જોયુ હતુ અને કેતન કુમારના દિગ્દર્શનમાં ફિલ્મ આજા મેરી જાનથી કૃષ્ણ કુમારનું ડેબુ પણ કરાવેલ. પણ ફિલ્મ ન ચાલી. ઉપરાંત કસમ તેરી કસમ અને શબનમ પણ ફલોપ રહેલ. ગુલશન કુમાર જાણી ગયેલ કે એક મ્યુઝીકલ બ્લોક બસ્ટર ફિલ્મની જરૂર છે. તેથી તેમણે ત્યારે દિગ્ગજ  સંગીતકારોને ભેગા કરી 'બેવફા સનમ'ની તૈયારી શરૂ કરેલ.

જો કે ફિલ્મના ગીતોએ રીલીઝ પહેલા જ ધમાલ મચાવેલ અને રીલીજ બાદ ખાસ ગીતો માટે લોકો સીનેમાઘરમાં પહોંચ્યા હતા. ફિલ્મ હીટ રહી છતા કૃષ્ણકુમાર પાસે બીજા કોઇ ડાયરેકટર - પ્રોડયુસરની ઓફર ન આવતા ગુલશન કુમાર આનાથી પણ મોટુ કરવા માંગતા હતા પણ તેઓની થોડા સમય બાદ હત્યા થઇ હતી.

(3:45 pm IST)