Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

૧૦ કરોડમાં તો હું વૈષ્ણોદેવીમાં ભંડારો કરાવી દઇશ

અંડર વર્લ્ડની ધમકી ઉપર ગુલશનકુમારે જણાવેલ કે...

મુંબઇ તા. ૧: લેખક હુસૈન ઝેદીના પુસ્તક માય નેમ ઇઝ અબુ સલેમમાં જણાવ્યા મુજબ ડોન અબુ સલેમે ગુલશનકુમાર પાસે ૧૦ કરોડની ખંડણી માંગેલ. જો કે ગુલશનકુમારે તે આપવાની ચોખ્ખી ના પાડી દીધેલ. ગુલશન કુમારને અંડરવર્લ્ડથી સતત ધમકીભર્યા ફોન આવવા છતાં તેઓ ડર્યા નહીં.

પુસ્તક મુજબ ગુલશન કુમારે અબુ સલેમને ખંડણીની ના પાડતા જણાવેલ કે ૧૦ કરોડમાં તો હું વૈષ્ણોદેવીમાં ભંડારો કરાવી દઇશે. આ વાત અબુ સલેમને ખુબજ ખુંચી હતી. ગુલશન કુમાર માતા વૈષ્ણોદેવીમાં અપાર શ્રધ્ધા ધરાવતા હતા.

(3:43 pm IST)