Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

આ છે ગુલશનકુમારનો પરિવાર

મુંબઇ તા. ૧: કેસેટ કીંગ ગુલશન કુમારની હત્યા સમયે પુત્ર ભુષણ માત્ર ર૦ વર્ષનો હતો. પિતાની હત્યા બાદ ભુષણકુમારેે ટી-સીરીઝની કમાન સંભાળી હતી. ગુલશન કુમારની બન્ને પુત્રીઓ તુલસી અને ખુશાલી પણ બોલીવુડ અને ગ્લેમર વર્લ્ડમાં જાણીતા નામ છે.

તુલસી પ્લે બેક સીંગર છે. તેણે ર૦૦૬માં આવેલ ફિલ્મ ચુપ ચુપ કે ના ગીત ''શબ-એ-ફિરાક''થી કેરીયરની શરૂઆત કરેલ. ત્યારબાદ તુલસીએ અનેક હીટ ગીતો ગાયા છે. જેમાં મોહબ્બત કી ગુજારીશ, હમકો દીવાના કર ગયે, તેરે બીન ચૈન ન આવે, તુહી રબ તુહી દુવા જેવા ગીતો સામેલ છે. તુલસીએ બીઝનેસમેન હિતેશ સાથે લગ્ન કરેલ અને ૪ વર્ષનો પુત્ર શિવાય છે.

ગુલશન કુમારની સૌથી નાની પુત્રી ખુશાલી કુમાર મોડલ અને ડીઝાઇનર છે. તેમણે ૬ વર્ષની ઉંમરથી સુરેશ વાડેકરની એકેડેમીમાં ગાયકી શીખેલ. ભુષણ કુમારની પત્ની દિવ્યા ખોસલા અભિનેત્રી રહી ચૂકી છે.

(3:40 pm IST)