Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

અમેરિકા - કેનેડામાં ગરમીએ રોડ, રસ્તા, મેટલને પણ તોડી-મચકોડી નાખ્યાઃ કાચ પણ ભાંગીને ભુકકો

વોશીંગ્ટન તા. ૧: ઠંડા દેશોમાંના એક કેનેડા હાલ પ્રચંડ હીટવેવમાંથી પસાર થઇ રહ્યો છે. આગની જવાળા જેવી ગરમી લોકોને દઝાડી રહી છે. તંત્ર દ્વારા લોકોને એસીમાં રહેવા, ખુબજ પાણી પીવા અને શ્રમ ન કરવા જણાવાયું છે. તેવામાં કેનેડાના વેનકુંવરમાં જ ૬૯ લોકો હીટવેવની લપેટમાં આવી મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧૩૪ લોકો ગરમીના લીધે મોતને ભેટયા છે. બ્રિટીશ કોલંબીયાના ગામ લીટન હાઉસમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી ૪૯.પ ડિગ્રી સેલ્સીયસ મંગળવારે નોંધાયેલ. અમેરિકામાં પણ અકળાવી દેતી ગરમી પડી રહી છે. ૧૯૪૦ થી હવામાનનો રેકોર્ડ રખાયેલ છે. તેમાં હાલ સૌથી વધુ ગરમી છે અને વિશેષજ્ઞો મુજબ અઠવાડીયું આવી જ સ્થિતિ બની રહેશે. ગરમીના લીધે કયાંક લોકો પાણીમાં આશરો લે છે તો કયાંક ઘરના પતરા વળી ગયા છે, કાચનો તો ભાંગીને ભુકકો થઇ ગયો છે, કયાંક વાયર બળી ગયા તો કેટલાક રસ્તાઓમાં ક્રેક (તિરાડો) પડી ગઇ છે અને મેટલના ફિટીંગ્સ પીગળીને આઉટ ઓફ શેપ થઇ ગયા છે.

(3:13 pm IST)