Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

નાફેડ દેશભરમાં ૨૦૦ કરિયાણા સ્ટોર ખોલશે

હાલ નાફેડની પાસે ૨૦થી વધુ કરિયાણા સ્ટોરનું નેટવર્ક

નવી દિલ્હી : સહકારી કૃષિ સંસ્થા નાફેડ એ દેશભરમાં ચાલુ નાણાકીય વર્ષના અતં સુધી ફ્રેંચાઇઝી મોડલ હેઠળ લગભગ ૨૦૦ કરિયાણા સ્ટોર ખોલવાની યોજના બનાવી છે. નાફેડએ ગુગ્રામમાં પોતાનો પહેલો કરિયાણા સ્ટોર 'નાફેડ બજાર' ની પણ કરી ચૂકયા છે.
કેંદ્ર સરકાર ની એજન્સી નેશનલ એગ્રીકલ્ચર કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડીયા લિ. વિભિન્ન કૃષિ જિંસોની ખરીદી, આવૃતિ, વિતરણ, નિર્યાત અને આયાતનું કામ કરે છે. હાલ નાફેડની પાસે ૨૦થી વધુ કરિયાણા સ્ટોરનું નેટવર્ક છે. ગુગ્રામમાં સ્ટોરના ઉદઘાટન સમારોહમાં નાફેડના અધ્યકસ બીજેંદર સિંહે કહ્યું કે નાફેડની યોજના આ નાણાકીય વર્ષના અતં સુધી દેશના વિભિન્ન ભાગોમાં નાફેડ બજાર નામથી ફ્રેંચાઇઝી મોડલ હેઠળ લગભગ વધુ ૨૦૦ સ્ટોર ખોલવાની છે.

બિજેંદર સિંહે કહ્યું કે શઆતમાં નાફેડની યોજના દિલ્હી અને આસપાસના શહેરોમાં સ્ટોર ખોલવાની છે. પછી અન્ય શહેરોની તરફ ધ્યાન આપવામાં આવશે. નાફેડનો લય આખા દેશમાં આ કરિયાણા સ્ટોરનો વિસ્તાર કરવાનો છે. તેમણે કહ્યું કે સ્ટોરનો ઉદ્દેશ્ય ખેડૂતોની આવકમાં વધારો કરવો અને કૃષિ ઉપજને સીધા છુટક વેચાણ માટે ખરીદવાનો છે. અત્રે ઉલ્લેખનીય છે કે નાફેડના દિલ્હીમાં દસ અને શિમલામાં બે છુટક વેચાણ કેંદ્ર છે

(1:09 pm IST)