Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ભારતનેટ પ્રોજેક્ટ માટે 19,041 કરોડની ફાળવણી : કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં મંજૂરી

કેબિનેટે 16 રાજ્યોના ગામાં બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સુવિધા પહોંચાડવા ભારતનેટ અમલિકરણ વ્યુહરચનાને પરવાનગી આપી

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ટેલીકોમ સેક્ટર માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ભારતનેટ પ્રોજેક્ટ માટે 19,041 કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી મળી ગઈ છે. કેબિનેટે 16 રાજ્યોના ગામાં બ્રોડબેન્ડ ઈન્ટરનેટ સુવિધા પહોંચાડવા માટે સાર્વજનિક ખાનગી ભાગીદારીના માધ્યમથી ભારતનેટ અમલિકરણ વ્યુહરચનાને પરવાનગી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે બેઠક પછી આ જાણકારી આપી હતી.

(12:58 pm IST)