Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ભારતની અપીલ બાદ યુરોપનાં 8 દેશોએ કોવિશિલ્ડને આપી માન્યતા: આખરે ગ્રીન પાસ યોજનામાં સમાવાઈ

ભારતે કહ્યું હતું -કોવિશિલ્ડ અને કોવેક્સિનને મંજૂરી ન મળે તો ઈયુનાં નાગરિકોને ભારતમાં ક્વોરેન્ટાઇન ફરજિયાત કરશે

ભારત સરકારની ચેતવણીને પગલે યુરોપિયન યુનિયને આખરે ગ્રીન પાસ યોજનામાં સીરમ ઇન્સ્ટીટ્યૂટની કોવિશિલ્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. યુરોપનાં 8 દેશોએ ભારતમાં બનેલી કોવિશિલ્ડને માન્યતા આપી છે

   આ અગાઉ ભારત સરકારે યુરોપિયન યુનિયનને કહ્યું હતું કે, કોવિશિલ્ડ અને કોવેક્સિનને મંજૂરી ન મળે તો ઈયુનાં નાગરિકો ભારત પહોંચશે ત્યારે ક્વોરેન્ટાઇન ફરજિયાત કરવામાં આવશે. નોંધપાત્ર વાત એ છે કે, યુરોપિયન યુનિયનએ તેની ‘ગ્રીન પાસ’ યોજના હેઠળ મુસાફરી પર પ્રતિબંધ હળવો કરી દીધો છે, જ્યારે ભારતે જૂથનાં 27 સભ્ય દેશોને વિનંતી કરી છે કે, કોવિશીલ્ડ અને કોવેક્સિન વિરુદ્ધ વેક્સિન અપાયેલા ભારતીઓને યુરોપ પ્રવાસની મંજૂરી આપવા પર તેઓ જુદા જુદા વિચારો કરે છે.

(12:44 pm IST)