Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

સોશિઅલ મીડિયા ઉપર જુઠાણું વધુ હોય છે , સત્ય ઓછું હોય છે : નાની વાતને મોટું સ્વરૂપ આપી દેતા સોશિઅલ મીડિયાના આધારે ન્યાય ન તોળો : કોરોના કાળમાં આપણે કાનુનનું કેટલું પાલન કરાવી શક્યા તેનું આત્મમંથન કરો : પૂર્વ ન્યાયમૂર્તિ પી.ડી.દેસાઈ મેમોરિયલ ટ્ર્સ્ટ આયોજિત વ્યાખ્યાન માળામાં ચીફ જસ્ટિસ શ્રી એન.વી.રમણાનું મનનીય પ્રવચન

ન્યુદિલ્હી : ગઈકાલ 30 જૂનના રોજ પૂર્વ ન્યાયમૂર્તિ પી.ડી.દેસાઈ મેમોરિયલ ટ્ર્સ્ટ આયોજિત વ્યાખ્યાન માળામાં ચીફ જસ્ટિસ શ્રી એન.વી.રમણાના પ્રવચનનું ડિજિટલ આયોજન કરાયું હતું.

આ તકે મનનીય ઉદબોધન કરતા ભારતના ચીફ શ્રી એન.વી.રમણાએ જણાવ્યું  હતું કે સોશિઅલ મીડિયા ઉપર  જુઠાણું વધુ હોય છે , સત્ય ઓછું હોય છે . તેથી નાની વાતને મોટું સ્વરૂપ આપી દેતા સોશિઅલ મીડિયાના આધારે અભિપ્રાય બાંધી ન્યાય ન તોળવો જોઈએ.

તેમણે  ઉમેર્યું હતું કે કોરોના કાળમાં આપણે કાનુનનું કેટલું પાલન કરાવી શક્યા તેનું આત્મમંથન કરવું જોઈએ.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

 

(12:05 pm IST)