Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

પીએમ મોદી તબીબ જગતને કરશે સંબોધન : કોરોના મહામારીમાં કરેલી સેવાને બિરદાવશે

નેશનલ ડૉક્ટર્સ ડેના દિવસે ઇન્ડિયન મેડિકલ એસો, આયોજિત કાર્યક્રમમાં ડૉક્ટર્સ કમ્યુનિટીને સંબોધિત કરશે

નવી દિલ્હી : નેશનલ ડૉક્ટર્સ ડેના દિવસે એટલે કે આજે પ્રધાનમંત્રી મોદી દેશના મેડિકલ જગત સાથે જોડાયેલા લોકોને સંબોધિત કરશે

   પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે કોવિડ-19 વિરુધ્ધ લડાઇમાં ભારતે પોતોના તમામ ડૉક્ટર્સના પ્રયાસ પર ગર્વ છે. એક જુલાઇએ નેશનલ ડૉક્ટર્સ ડે મનાવવામાં આવે છે. ત્રણ વાગે ઇન્ડિય મેડિકલ એસોસિએશન તરફથી આયોજિત એક કાર્યક્રમમાં ડૉક્ટર્સ કમ્યુનિટીને સંબોધિત કરીશ.

  અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે એક જુલાઇએ દેશમાં નેશનલ ડૉક્ટર્સ ડે મનાવવામાં આવે છે.  આ દિવસે દેશના મહાન ડૉક્ટર અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી વિધાનચંદ્ર રોયનો જન્મદિવસ અને પુણ્યતિથિ હોય છે. આ દિવસ તેમની યાદમાં મનાવવામાં આવે છે. ડૉક્ટર્સ કમ્યુનિટિએ કોવિડ-19 મહામારીમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે અને આ સમયે પણ ડૉક્ટર પોતાના જીવની પરવાહ કર્યા વગર દેશ સેવામાં છે.

   પ્રધાનમંત્રી મોદી હંમેશા પોતાના સંબોધનમાં ડૉક્ટર્સ અને ફ્રન્ટ લાઇન પર કામ કરનારા લોકોની સરાહના કરે છે. રવિવારે થયેલા મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ IMAના તમામ ડૉક્ટરની આ મહામારી દરમિયા સેવા ચાલુ રાખવા અને બીમાર લોકોની મદદ કરવા માટે પ્રશંસા પણ કરી હતી. સાથે જ તેમણે કહ્યુ કે ડૉક્ટરના યોગદાનનું સમ્માન કરવા માટે દર વર્ષની જેમ દેશ 1 જુલાઇએ નેશનલ ડૉક્ટર્સ ડે મનાવશે.

(11:08 am IST)