Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

દુનિયાભરના અનેક હિસ્સામાં ટ્વીટર ડાઉન : થ્રેડ નથી થતું લોડ : પીસી પર કામ નથી કરી રહી સાઇટ

દુનિયાના અનેક હિસ્સામાં માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર ડાઉન થવાના કે યોગ્ય રીતે કામ ન કરવાના અહેવાલો સામે આવી રહ્યા છે

નવી દિલ્હી તા. ૧ : દુનિયાના અનેક હિસ્સામાં માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર ડાઉન થવાના કે યોગ્ય રીતે કામ ન કરવાના અહેવાલો સામે આવી રહ્યા છે. મળતી જાણકારી મુજબ, લોકો કોઈના થ્રેડ કે ટ્વીટ નથી જોઈ શકતા. ટ્વીટરમાં આવી રહેલી તકલીફના મોટાભાગના મામલા તેની વેબસાઇટ સાથે જોડાયેલા છે.

ડાઉનડિટેકટર અનુસાર યૂઝર્સને ગુરૂવાર સવારે ૭:૦૩ વાગ્યાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક મીડિયા રિપોર્ટ મુજબ, પર્સનલ કોમ્પ્યૂટર પર ટ્વીટર બરાબર કામ નથી કરી રહ્યું પરંતુ કેટલાક યૂઝર્સે કહ્યું કે મોબાઇલ એપમાં આ સાઇટ બરાબર કામ કરી રહી છે. ડાઉનડિટેકટર અનુસાર, ૬૦૦૦થી વધુ યૂઝર્સે કાલ મોડી રાતથી ટ્વીટરમાં આવતી મુશ્કેલી વિશે રિપોર્ટ કર્યો. વેબસાઇટ મુજબ કુલ રિપોર્ટમાં લગભગ ૯૩ ટકા ટ્વીટર વેબસાઇટ સંબંધિત છે.

મોટાભાગના યૂઝર્સની ફરિયાદ છે કે તેઓ ટાઇમલાઇ નથી જોઈ શકતા. સાથોસાથ કોઈ રિપ્લાય કે ટ્વીટર થ્રેડ લીડ થવામાં મુશ્કેલી આવી રહી છે. આવું થતાં ટ્વીટરની વેબસાઇટ રિટ્રાય કરવાના નિર્દેશ આપી રહી હતી.

(11:13 am IST)