Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો

પેટ્રોલ-ડીઝલના ભાવ પછી આજે ગેસના ભાવમાં રૂ. ૨૫નો વધ્યા

નવી દિલ્હી તા. ૧ : પેટ્રોલ ડીઝલના ભાવે નાકમાં દમ કરીને રાખ્યો છે હવે બીજી બાજુ સબસીડી વગરના ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ પણ વધી ગયા છે. આજે એટલે કે ૧ જુલાઈથી ઇન્ડેનનાસિલિન્ડર ભરવા માટે તમને ૨૫ રૂપિયા વધુ ચૂકવવા પડશે. ઉલ્લેખનીય છે કે મે મા જુનમાં ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એપ્રિલમાં એલપીજી સિલિન્ડરના ભાવમાં ૧૦ રૂપિયાનો ઘટાડો થયો હતો. આજે હાલમાં દિલ્હીમાં એલપીજી સિલિન્ડરના ભાવ ૮૩૪ રૂપિયા છે. દિલ્હીમાં આ વર્ષે જાન્યુઆરીમાં એલપીજી સિલિન્ડરનો ભાવ ૬૯૪ રૂપિયા હતો. જેનેફેબ્રુઆરીમાં વધીને૭૧૯ રૂપિયપ્રતિ સિલિન્ડર કરવામાં આવ્યો. ૫ ફેબ્રુઆરીનેભાવ વધીને ૭૬૯ કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદ ૨૫ ફેબ્રુઆરીએ ભાવ વધારીને૭૯૪ કરી દેવામાં આવ્યો. માર્ચમાં એલપીજી સિલિન્ડરના ભાવને૮૧૯ કરી દેવામાં આવ્યા.

આજથી દેશમાં મોંઘવારી પર વધુ એક જોરદાર ઝટકો લાગ્યો છે. ઓઇલ કંપનીઓએ ફરીથી રસોઇ ગેસના ભાવ વધારી દીધા છે. દિલ્હીમાં આજથી ૧૪.૨ કિ.ગ્રાવાળો સિલેન્ડર ૮૦૯ રૂપિયાની બદલે હવે રૂપિયા ૮૩૪.૫૦ રૂપિયામાં મળશે. એટલે કે ડાયરેકટ ૨૫.૫૦ રૂપિયાનો ભાવ વધારો થયો છે જે જનતાને આ કોરોનાકાળમાં વધુ એક માર પડ્યો કહેવાય.

સરકારી ઓઇલ કંપનીઓ ર મહીનાની પ્રથમ તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરતી રહે છે.આ પહેલાં પણ ૧લી મેના રોજ ગેસની કંપનીઓએ ગેસના ભાવમાં કોઇ ફેરફાર નહોતો કર્યો. આની પહેલા એપ્રિલમાં LPG સિલિન્ડરના ભાવમાં ૧૦ રૂપિયાનો કાપ મૂકયો હતો જયારે ફેબ્રુઆરી અને માર્ચમાં ભાવ વધારો હતો.

મુંબઇમાં પણ ૧૪.૨ કિ.ગ્રાવાળા એલપીજી સિલિન્ડરનો ભાવ હવે રૂપિયા ૮૩૪.૫૦ છે, જયારે અત્યાર સુધી તેનો ભાવ રૂ. ૮૦૯ હતો. કોલકાતામાં પણ ૮૩૫.૫૦ રૂપિયાથી વધારીને ૮૬૧ રૂપિયા પ્રતિ સિલિન્ડર થઇ ગયો છે. જયારે ચેન્નઇમાં LPG સિલિન્ડરનો આજથી ભાવ ૮૫૦.૫૦ કરી દેવાયો છે જે પહેલાં ૮૨૫ રૂપિયા હતો.

(11:11 am IST)