Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

મોંઘવારી સાતમા આસમાને : બધી જ ચીજો મોંઘીદાટ

પેટ્રોલ - ડિઝલ - અનાજ - કઠોળ - ગેસ - દૂધ - સાબુ - શેમ્પુ સહિતની ચીજવસ્તુના ભાવ ભડકે બળે છે : બેફામ વધતી મોંઘવારીને કારણે સામાન્ય માણસોના માસિક બજેટ અસ્તવ્યસ્ત થઇ ગયા

નવી દિલ્હી તા. ૧ : કોરાના કાળમાં કફર્યૂ અને લોકડાઉનને કારણે પ્રજા હેરાન પરેશાન થઈ જોકે હવે કોરોના સંક્રમણ ઘટ્યું છે પરતું આર્થિક મંદીની અસર હવે જીવન જરૂરી ચીજવસ્તુઓ પર પડી રહી છે, કોરોનાના કારણે દેશ અને દુનિયામાં મંદી જેવો માહોલ છે ત્યારે ગુજરાતમાં પણ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આકાશને આંબી રહ્યા છે.

એક તરફ વધતા પેટ્રોલ ડીઝલના ભાવોને કારણે મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ જીવન જરૂરી ચીજવસ્તુઓ પણ મોંઘી નડી રહી છે ત્યારે જાયે તો જાયે કહા જેવી સ્થિતિ સર્જાઈ ઠે  છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે દૂધ, સાબુ, શેમ્પુ, તેલ જેવી વસ્તુઓમાં ભાવ વધારો નોંધાઈ રહ્યો છે ચીજવસ્તુઓના ભાવમાં છેલ્લા ૩ મહિનામાં ૪૦ ટકા ભાવ વધ્યાં છે. આજથી રાંધણ ગેસ પણ મોંઘો થઇ ગયો છે.

રોજ વધતા પેટ્રોલ ડીઝલમા ભાવોને લીધે જનતા હેરાન પરેશાન છે તો સાથે વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવની અસર હવે રોજિંદી જીવન જરૂરી ચીજ વસ્તુઓ ઉપર પણ પડી રહી છે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની અસર હવે ગૃહિણીઓના બજેટ ઉપર પડતા હવે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે રોજિંદી ચીજવસ્તુઓ પર પણ  ઈંધણના ભાવને કારણે ઘરમાં ઉપયોગી ચીજવસ્તુઓ પણ મોંઘી બની રહી છે.

ઈંધણના ભાવને કારણે વાહનમાં સપ્લાય કરવામાં આવતી ચીજ વસ્તુઓના ભાવ પણ આકાશને આંબવા લાગ્યા છે મહત્વનું છે રોજ દૂધથી લઈને શાકભાજી, અનાજ તેમજ ઉપયોગી વસ્તુઓ માર્કેટમાં એક પહોંચાડવામાં આવતી હોય છે.પરતું છેલ્લા કેટલાક સમયથી ઈંધણના ભાવ સતત વધી રહ્યા છે. 

અમૂલ ડેરીએ પણ તમામ બ્રાન્ડના દૂધના ભાવમાં આજથી પ્રતિ લીટર ૨ રૂપિયાનો વધારો કરી દીધો છે. દોઢ વર્ષ બાદ આ ભાવ વધારો લાગુ કરવામાં આવ્યોછે. માર્કેટિંગ ફેડરેશન અમૂલ બ્રાન્ડ નેમ હેઠલ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરે છે. ત્યારે દુધની બનાવટોમાં પણ આગામી દિવસમાં વધારો નોંધાઈ શકે છે

પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને કારણે અનેક જીવન ઉપયોગી ચીજ વસ્તુઓ મોંઘી બની રહી છે વીજળી, પેકેજિંગ, લોજિસ્ટિક અને સંચાલનના ખર્ચમાં થયેલા વધારાના કારણે આ ભાવમાં વધારો થયો છે. અમૂલ દૂધમાં આજથી નવો ભાવ વધારો કરવામાં આવ્યા છે ત્યારે અમદાવાદમાં અમૂલ ગોલ્ડની ૫૦૦ મીલી પાઉચના ૨૯ રૂપિયા, તાજાના ૫૦૦ મીલી પાઉચના ૨૩ અને શકિતના ૨૬ રૂપિયા કિંમત રહેશે એક અંદાજ મુજબ ગુજરાતમાં આંદાજે દૈનિક ૬૦ લાખ લીટર દૂધ વેચાય છે. જયારે ભારતમાં અમૂલનું અંદાજે ૧૫૦ લાખ લીટર દૂધ વેચાય છે.

ઈંધણના ભાવ વધારા બાદ રોજિંદી જીવનજરૂરિયાતવાળી ચીજવસ્તુઓના ભાવમાં પણ મોંઘવારી બેકાબૂ થઈ ગઈ છે. છેલ્લા ૩ મહિનામાં ચીજવસ્તુઓના ભાવમાં ૩ થી ૪૦નો ભાવ વધારો થયો છે. વિવિધ કંપનીઓના તેલ, ડિટર્જન્ટ, ચા, કેચઅપ, જામ, નૂડલ્સ વગેરેના ભાવ વધ્યા છે. દરેક વસ્તુઓની કિંમતમાં વધારો થઈ રહ્યો છે જેથી પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થતા અનેક આયાત અને નિકાસ થતી ચીજવસ્તુઓને પરવડે. મહત્વું છે કે ઈંધણના ભાવ વધારાના કારણે રોજિંદી ચીજવસ્તુઓ થઈ મોંઘી થઈ છે.

કઇ ચીજવસ્તુમાં કેટલો ભાવ વધારો

ચીજ વસ્તુ

ભાવવધારો

સાબુ

૮-૨૦%

વોશિંગ પાવડર

૩-૧૦%

ટુશપેસ્ટ

૩-૪%

ખાધ તેલ

૨૦-૪૦%

ચા-પત્તી

૪-૮%

બેબીફૂડ

૩-૭%

કેચઅપ

૨-૮%

જામ

૫%

નુડલ્સ

૨૦%

(11:10 am IST)