Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

સરકારે જુલાઇ -સપ્ટેમ્બર કવાર્ટરમાં નાની બચતનાં વ્યાજદરો યથાવત રાખ્યા

કોરોના રોગચાળા વચ્ચે મધ્યમ વર્ગ અને નાની બચત યોજનાઓ પર આધારીત લોકો માટે આ મોટી રાહત બની છે

નવી દિલ્હી,તા. ૧: એક મોટા નિર્ણયમાં આજે મોદી સરકારે જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા માટે  નાની બચત યોજનાઓપરના વ્યાજ દરને યથાવત રાખવાનો નિર્ણય લીધો. નાણાં મંત્રાલયના એક જાહેરનામા મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ ના બીજા ત્રિમાસિક ગાળા માટે ૧ લી જુલાઈ ૨૦૨૧ થી ૩૦ મી સપ્ટેમ્બર ૨૦૨૧ દરમ્યાન વિવિધ નાની બચત યોજનાઓ પરના વ્યાજ દર હાલના દરોથી અપરિવર્તિત રહેશે.

કોરોનારોગચાળા વચ્ચે મધ્યમ વર્ગ અને નાના બચત યોજનાઓ પર આધારીત લોકો માટે આ મોટી રાહત બની છે. savings deposit માટે વ્યાજ દર ૪% પર રહેશે, national savings certificate માટે વ્યાજ દર ૬.૮% રહેશે, PPF માટે વ્યાજ દર ૭.૧% અને senior citizen savings scheme માટે વ્યાજ દર યથાવત ૭.૪% રહેશે . સુકન્યા સમૃદ્ઘિ યોજનામાં વ્યાજ દર ૭.૬% ચાલુ રહેશે અને Kisan Vikas Patra હવે ૧૨૪ મહિનામાં ડબલ મૂલ્યમાં મેચ્યોર થશેજેનું વ્યાજ દર ૬.૯% રહેશે.

આ વર્ષની શરૂઆતમાં ૩૧ માર્ચે નાણાં મંત્રાલયે આદેશ જારી કર્યો હતો જેમાં નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આ રોગચાળાના સમયે મધ્યમ વર્ગને નુકસાન સામે કેન્દ્રને નિશાન બનાવતા વિપક્ષોએ ભારે નારાજગી દેખાડી હતી. બંગાળ અને આસામમાં બીજા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા જ લગભગ ૧.૧% દરો ઘટાડવામાં આવ્યા હતા. જો કે આ હુકમ બીજા દિવસે સવારે પાછો ખેંચાયો હતો.

વિપક્ષના મોટાભાગના નેતાઓએ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ સાથેનો હુકમ પાછો ખેંચવાનો નિર્ણય જોડ્યો હતો. ઉપલબ્ધ માહિતી મુજબ બંગાળમાં સૌથી વધુ કલેકશન છે. જેતે સમયે આ મામલો વિવાદિત બન્યો હતો જોકે રાજકારણની એરણે ચડેલા મામલે આમ આદમી માટે આ પરત ખેંચાયેલો નિર્ણય રાહત સાબિત થયો હતો.

(10:23 am IST)