Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

મુંબઈ પોલીસે નકલી રસીકરણ કેસમાં વધુ એક FIR : બે તબીબો અને બે વિદ્યાર્થીઓ સામે ગુન્હો દાખલ

બનાવટી રસીકરણના મામલામાં આ 9મી FIR નોંધાઈ

મુંબઈ પોલીસે સમતા નગર  નકલી રસીકરણ કેસમાં વધુ એક એફઆઈઆર નોંધી છે. BMCની પરવાનગી લીધા વગર કાંદિવલી પૂર્વમાં વેક્સિનેશન કેમ્પ યોજવા બદલ પોલીસે બે તબીબો અને તેમના બે વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધ્યો છે. બનાવટી રસીકરણના મામલામાં આ 9મી FIR નોંધવામાં આવી છે.

 આ FIR બે ડોક્ટર અને અને તેના બે સ્ટુડન્ટ્સ સામે નોંધવામાં આવી છે, જેમાં તેને કોઈ પણ જાતની BMCની પરવાનગી લીધા વગર કોરોનાની રસી આપતા હતા. ડો. મનીષ ત્રિપાઠી, તેના બે સ્ટુડન્ટ્સ અને અન્ય એક ડોક્ટર પર આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે.

(1:00 am IST)