Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

ખેડૂતો હદમાં રહે, નેતાઓએ ધીરજથી વિરોધનો સામનો કર્યો : મનોહરલાલ ખત્તરનું આકરું વલણ

ગાઝીપુર બોર્ડરે ઘર્ષણથી ખટ્ટર ખફા : કહ્યું -અમે ધીરજ રાખી છે પરંતુ તેઓ ધમકીઓ આપી રહ્યાં છે,

ગાઝીપુરમાં ખેડૂતો અને ભાજપ કાર્યકરો વચ્ચેની ઝપાઝપીની ઘટના બાદ ખટ્ટરનું આ નિવેદન સામે આવ્યું છે. ખટ્ટરે કહ્યું કે કિસાન શબ્દ શુદ્ધ પવિત્ર છે અને દરેક તેના પ્રત્યે સન્માનથી ભરેલો છે. પરંતુ કેટલીક દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓને કારણે આ શબ્દ કલંકિત થયો છે. તેમણે કહ્યું કે બહેનો-માતાઓની ગરીમા છિનવાઈ ગઈ છે, હત્યાઓ થઈ રહી છે તથા રસ્તાઓ બ્લોક કરવામાં આવી રહ્યાં છે. હું આ ઘટનાને લોકશાહી વિરૃદ્ધની ગણું છું અને તેની ટીકા કરુ છું

  સીએમે કહ્યું કે અમે ધીરજ રાખી છે પરંતુ તેઓ ધમકીઓ આપી રહ્યાં છે, સીએમ, ડેપ્યટી સીએમ ગામડાઓમાં નહીં આવી શકે. તેઓ અમને ગમે તેટલા ઉશ્કેર પરંતુ અમે હજુ સુધી શાંતિ જાળવી રાખી છે કારણ કે અમે જાણીએ છીએ તેઓ અમારા લોકો છે અને દરેક હદમાં રહેવુ જોઈએ.

કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ખેડૂતો દ્વારા થયેલા પ્રદર્શનને સાત મહિના વીતી ગયા છે. આ દરમ્યાન ઉત્તર પ્રદેશ ગેટ ગાજીપુર બોર્ડર પર સવારે ખેડૂતો અને ભાજપના કાર્યકર્તાઓની વચ્ચે મારામારીની ઘટના સામે આવતા અરેરાટી ફેલાઈ છે. આ ગાડીમાં તોડફોડ કરવામાં આવી હતી અને અમુક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. માહિતી અનુસાર, આશરે સવારે 10 વાગ્યે ભાજપના કેટલાંક કાર્યકર્તા ભાજપ નેતા અમિત વાલ્મિકીના સ્વાગતમાં આંદોલન સ્થળની નજીક પહોંચ્યા હતા. જ્યાં ઢોલ વગાડીને તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ અંગે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો હતો અને કાળા વાવટા ફરકાવવાનું શરૂ કર્યુ હતું.

(12:00 am IST)