Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

કેનેડામાં રેકોર્ડબ્રેક ગરમીને કારણે 130 ઉપરાંત લોકોના મૃત્યુ : કુલ મૃત્યુના અડધો અડધ જેટલા એટલે કે 65 મૃત્યુ વાનકુંવર શહેરમાં : મોટા ભાગે વૃદ્ધો અને નબળી પ્રતિકાર શક્તિ ધરાવતા લોકો ભોગ બન્યા

વાનકુંવર : કેનેડામાં રેકોર્ડબ્રેક ગરમીને કારણે 130 ઉપરાંત લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. છેલ્લા સપ્તાહમાં એટલે કે શુક્રવારથી  શરૂ થયેલા ગરમીના પ્રકોપે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.તેવું વાનકુંવર પોલીસે જણાવ્યું હતું.

નિષ્ણાતોના મંતવ્ય મુજબ ક્લાઈમેટ ચેન્જને કારણે હવે ઠંડી ,ગરમી કે વરસાદમાં મોટા વધારા ઘટાડા જોવા મળશે. અત્યાર સુધી વધુમાં વધુ ઉષ્ણતામાન 45 ડિગ્રી  જેટલું હતું  તે હવે 49 ડિગ્રીને ઓળંગી ગયું છે.

ઉલ્લેખનીય છે કે ગરમીને કારણે થયેલા કુલ 130 ઉપરાંત મૃત્યુ પૈકી અડધો અડધ જેટલા એટલે કે 65 મૃત્યુ વાનકુંવર શહેરમાં થયા છે. જેનો મોટા ભાગે વૃદ્ધો અને નબળી પ્રતિકાર શક્તિ ધરાવતા લોકો ભોગ બન્યા છે.તેવું બીબીસીડબલ્યુ દ્વારા જાણવા મળે છે.

 

(11:20 am IST)