Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ભારતમાં હાઇવે પ્રોજેક્ટોમાં ચીની કંપનીઓ ઉપર પ્રતિબંધ લદાયો

ચીનની અવરચંડાઈ સામે બાંયો ચઢાવતી ભારત સરકાર : ભારત દ્વારા BSNL-MTNL 4જી ટેન્ડર રદ કરવામાં આવશે : નવા હાઈવે પ્રોજેક્ટ્સમાં ભારતીય કંપનીઓને અગ્રતા અપાશે : કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરી

નવી દિલ્હી, તા. ૧ : લદાખની ગલવાન ખીણમાં ચીની સૈનિકોની અવળચંડાઈને કારણે ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા હતા, ત્યારથી દેશના લોકોમાં ચીન પ્રત્યે ભારે રોષ ફેલાયેલો છે. આ બાબતને ગંભીરતાથી લઈને ભારત ચીન વિરુદ્ધ આર્થિક કાર્યવાહી કરવામાં સતત આગળ વધી રહ્યું છે. કેન્દ્ર સરકારે દેશમાં ૫૯ ચાઇનીઝ એપ્સ પર સોમાવારે પ્રતિબંધ મૂક્યો તે પછી બુધવારે વધુ આકરાં અને મોટાં પગલાં લઈને ચીનને આર્થિક મોરચે સીધું કરવાની હિલચાલ ભારતે આદરી છે. ભારતભરમાં હવે ચીની કંપની સાથેના હાઇવે પ્રોજેક્ટ્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ બુધવારે કહ્યું કે, ભારત સરકાર હાઇવે આવે નહીં. હવે ૪જી અપગ્રેડેશન માટેના ટેન્ડર નવેસરથી બહાર પાડવામાં આવશે.

            તમામ પ્રાઈવેટ સર્વિસ ઓપરેટરોને આદેશ આપવામાં આવ્યો છે કે ચાઈનીઝ ઉપકરણો પરની નિર્ભરતા ઝડપથી ઓછી કરે. આ પહેલાં એમટીએનએલ અને બીએસએનલે ૪જી નેટવર્ક માટે ચીની પાર્ટસનો ઉપયોગ નહીં કરવા નિર્ણય લીધો હતો. આ સિવાય ચીનને ઝાટકો આપવા માટે રેલવે એ ૪૭૧ કરોડ રુપિયાના સિગનલિંગ પ્રોજેક્ટ રદ કર્યા હતા. આ સાથે જ એમએમઆરડીએ એ મોનોરેલ સાથે જોડાયેલી ચીનની બે કંપનીઓને ટેન્ડર રદ કર્યા હતા. આ સિવાય એમએમઆરડીએ એ ૧૦ મોનોરેલ રેક્સ બનાવવાની ટેન્ડરિંગ પ્રક્રિયા રદ કરી હતી. મેરઠ રેપિડ રેલનું ટેન્ડર ચીની કંપની પાસે હતું, તેને પણ રદ કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સરકારે તલેગાંવમાં ગ્રેટ વોલનું ટેન્ડર રદ કર્યું હતું. હરિયાણા સરકારે ચીની કંપનીઓનો ૭૮૦ કરોડનો ઓર્ડર રદ કર્ય હતો.

(9:41 pm IST)