Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

જૂનમાં બેરોજગારી દર ઘટી હવે ૧૦.૯૯% થયો

જનજીવન ધીરે ધીરે થાળે પડતું હોવાના અણસાર : લોકડાઉનમાં અપાયેલી રાહતને પગલે રોજગારીમાં વૃદ્ધિ થઈ : CMIE, શ્રમબળમાં ભાગીદારી દર પણ સુધર્યો

નવી દિલ્હી, તા. ૧ : કોરોના લોકડાઉન દરમિયાન દેશમાં ૨૩.૪૮ ટકાના ઊંચ્ચા સ્તરે પહોંચેલી બેરોજગારીમાં હવે સુધારો જણાય રહ્યો હોવાનું એક રિપોર્ટમાં કહેવાયું છે. અનલોક.૧ પછી જૂન મહિનામાં દેશના બેરોજગારી પ્રમાણમાં મોટો ઘટાડો આવ્યો હતો. આ દરમિયાન બેરોજગારી પ્રમાણ માત્ર ૧૦.૯૯ ટકા રહ્યુ જે મે મહિનામાં ૨૩.૪૮ ટકા હતું. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE) દ્વારા જાહેર કરાયેલા આંકડા દર્શાવે છે ભારતમાં પરિસ્થિતિઓ હવે લોકડાઉન પહેલાના ભારત જેવી બનવા તરફ આગળ વધી રહી છે. આંકડા મુજબ શહેરી વિસ્તારોમાં બેરોજગારીનું પ્રમાણ ૧૨.૦૨ ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં ૧૦.૫૨ ટકા રહ્યું. જૂન મહિનામાં સૌથી વધારે ૩૩.૬ ટકા બેરોજગારીનું પ્રમાણ હરિયાણામાં જોવા મળ્યુ હતું, જે પછી ત્રિપુરામાં ૨૧.૩ ટકા, ઝારખંડમાં ૨૧ ટકા બેરોજગારી પ્રમાણ રહ્યુ હતું. CMIE મુજબ જૂનમાં દેશમાં કુલ ૩૭.૩ કરોડ લોકો રોજગારમાં હતા, જે પરથી બેરોજગારીનું પ્રમાણ ૩૫.૯ ટકા રહ્યું.

ઉલ્લેખનીય છે કે ૨૫ માર્ચે દેશભરમાં લોકડાઉન પછી એપ્રિલ મહિનામાં ૨૩.૫૨ ટકા બેરોજગારી પ્રમાણ નોંધાયુ હતું, મે મહિનામાં ૨૩.૪૮ ટકા બેરોજગારી પ્રમાણ રહ્યુ હતું. ઝ્રસ્ૈંઈના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ મહેશ વ્યાસના કહેવા મુજબ બેરોજગારી પ્રમાણમાં ઘટાડો આવ્યો છે અને સાથે-સાથે શ્રમબળમાં ભાગીદારી દર પણ લોકડાઉન પહેલા પ્રમાણની નજીક આવી ગયો છે.

(9:25 pm IST)