Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

કોરોના વેક્સિનની હ્યુમન ટ્રાયલ સફળઃ અમેરિકી કંપનીનો દાવો

કોરોના વાયરસના સામના માટે વિશ્વ સજ્જ : ટ્રાયલ દરમિયાન અમેરિકામાં ૧૮થી ૫૦ વર્ષની વયના ૪૦ લોકોને વેક્સીન લગાવવામાં આવી, ૯૪ ટકા સફળતા

વોશિંગ્ટન, તા. ૧ : અમેરિકાની બાયોટેક ફર્મ ઈનોવિયોએ દાવો કર્યો છે કે, કોરોના વાયરસ વેક્સીનના પરિક્ષણ દરમિયાન ઉત્સાહજનક પરિણામ સામે આવ્યાં છે. કંપનીએ એવો દાવો કર્યો છે કે, આઈએનઓ-૪૮૦૦ નામની વેક્સીનના ૪૦૦ લોકો પર કરાયેલા ટ્રાયલ દરમિયાન ૯૪ ટકા સફળતા મળી છે. ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન અમેરિકામાં ૧૮થી ૫૦ વર્ષની વયના ૪૦ લોકોને વેક્સીન લગાવવામાં આવી હતી. આ લોકોને ચાર અઠવાડિયામાં બે ઈન્જેક્શન આપવામાં આવ્યા હતાં. ટેસ્ટમાં સામે આવ્યું કે, આઈએનઓ-૪૮૦૦ વેક્સીને તમામ લોકોના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિને વધારી છે. કંપનીના જણાવ્યા મુજબ, આ વેક્સીનના કોઈ સાઈડ ઈફેક્ટ જોવા મળ્યા નથી. ઈનોવિયો કંપનીના સીનિયર વાઈસ પ્રેઝિડન્ટ કેટ બ્રોડરિકે જણાવ્યું છે કે,૧૦ જાન્યુઆરીએ ચીનના તપાસકર્તાઓએ કોરોના વાયરસનો જેનેટિક કોડ જાહેર કર્યો ત્યારે ટીમે તે સીક્વન્સના સોફ્ટવેર દ્વારા કોડ કર્યો અને ફોર્મૂલ તૈયાર કરી લીધો.  આ ડીએનએ વેક્સીન કોરોના વાયરસના સ્પાઈક પ્રોટીનની ઓળખ કરીને તેવા જ પ્રોટીનનું નિર્માણ કરીને વાયરસને ગેરમાર્ગે દોરશે.

(9:22 pm IST)