Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ભારત સાથે સીમા વિવાદ વચ્‍ચે ચીન હવે પાકિસ્‍તાનનો ઉપયોગ કરતુ હોવાનું નજરે ચડયુઃ પીઓકેમાં ચીની વાયુસેનાના ફાયટરો આકાશમાં જોવા મળ્‍યા

નવી દિલ્હીઃ ભારત સાથે સીમા વિવાદ વચ્ચે ચીન હવે પાકિસ્તાનનો ઉપયોગ કરી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાનનાં કબ્જામાં રહેલા કાશ્મીરમાં સ્કાર્દૂ એરબેઝ પર ચીની વાયુસેનાની હરકતોએ ભારતીય એજન્સીનું ધ્યાન ખેંચ્યું છે. જૂન મહિનામાં જ 40થી વધુ ચીની ફાઇટર જેટ જે 10 સ્કાર્દૂ ગયા હતાં. એવામાં આશંકા છે કે સ્કાર્દૂનો ઉપયોગ ચીની વાયુસેના ભારતમાં હુમલો કરવા માટેની તૈયારી કરી રહ્યું છે.

હકીકતમાં સ્કાર્દૂની લેહથી લગભગ 100 કિમીએ છે અને આ તમામ ચીની એરબેઝની તુલનામાં સૌથી વધુ પાસે છે. સૂત્રોનાં જણાવ્યાં અનુસાર એટલાં માટે આ વાતની આશંકા વધી ગઇ છે કેમ કે ચીન સ્કાર્દૂ એરબેઝની ક્ષમતાને તપાસી રહ્યું છે જેથી તેનો ઉપયોગ કરી શકાય. આમ ભારતને હવે બેવડા સ્તરે લડાઇ લડવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઇ રહી છે.

સૂત્રોનાં જણાવ્યાં અનુસાર, લદ્દાખમાં ભારત વિરુદ્ધ લડવા માટે ચીન પાસે ત્રણ એરબેઝ છે. જ્યાંથી તેનાં ફાઇટર એરક્રાફ્ટ કાર્યવાહી કરી શકે છે. જેમાં કાશગર, હોતાન અને નગ્રી ગુરુગુંસા પણ ભારત વિરુદ્ધ કાર્યવાહી કરવાની ક્ષમતામાં સીમિત છે. કાશગરનું લેહથી અંતર 625 કિમી છે. લેહથી ખોતાનનું અંતર 390 કિમી છે અને લેહથી ગુરગુંસાનું અંતર 330 કિમી છે. આ તમામ 11000 ફીટની ઊંચાઇએ તિબ્બતમાં આવેલ છે.

એમ પણ કહેવાઇ રહ્યું છે કે સ્કાર્દૂથી લેહનું અંતર 100 કિમીની આસપાસ અને કારગિલથી 75 કિમીની આસપાસ છે. અહીં એરબેઝમાં બે રન વે આવેલાં છે જેમાંથી એક અઢી કિમી લાંબો અને બીજો 3.5 કિમી લાંબો છે. ચીની ફાઇટર જેટ્સ અહીં સરળતાથી કાર્યવાહી કરીને પરત ફરી શકે છે. જો ભારત સ્કાર્દૂ પર જવાબી કાર્યવાહી કરે છે તો પાકિસ્તાનને યુદ્ધ શરૂ કરવા માટે બિલકુલ સરળ બહાનું મળી જશે.

ISI ચીની ખાનગી એજન્સી MSS નાં લોકોને આતંકીઓને મળાવી રહી

સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, ISIની ચીની ખાનગી એજન્સી મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ સિક્યોરિટી (MSS) નાં લોકોને આતંકી સંગઠન અલ બ્રદનાં આંતકીઓ સાથે મુલાકાત કરાવી છે. આ મીટિંગનો ઉદ્દેશ્ય આંતકીઓને હથિયારની સપ્લાય અને ફંડિંગ કરવાનો છે. જ્યાં વધુ એક ISI ચીની ખાનગી એજન્સી MSS નાં લોકોને આતંકીઓને મળાવી રહી છે. જ્યાં બીજી બાજુ મીરપુર, PoKનાં એક ટ્રેનિંગ કેમ્પમાં પાકિસ્તાની સેના ઉઇંગર મુસ્લિમોને ટ્રેનિંગ આપી રહી છે. એટલું જ નહીં પાકિસ્તાની જેહાદી ગ્રુપ પણ બલૂચિસ્તાનમાં ઉઇંગર મુસ્લિમોને સપોર્ટ કરી રહેલ છે.

(5:16 pm IST)