Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ડોનાલ્ડ ટ્રમ્પ સાચે જ પાગલ છે?

વિદેશી દેશોના વડા સાથે મન પડે ત્યારે વાતો કરે છે : કોઈ તૈયારી વિના મહિલા નેતાઓના અપમાન કરે છે : ઓબામા અને બુશ વિશે એલફેલ બોલેલ

અમેરીકા : અમેરીકાના વોટરગેટ કાંડનો રીપોર્ટ બહાર પાડનાર પત્રકાર કાર્લ બર્નસ્ટીને તૈયાર કરેલ રીપોર્ટમાં ચોંકાવનારી બાબતો બહાર આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અન્ય દેશોના વડાઓ સાથે વાતચીત માટે તૈયારી કરતા નથી. જાસુસી એજન્સીઓના અહેવાલો વાંચતા નથી અને પહેલેથી કોઈ જાણકારી ન હોય તો પણ વિદેશી રાષ્ટ્રોના વડાના ફોન લઈને વાતો કરી લે છે. તેના સુરક્ષા સલાહકાર હેબત ખાઈ ગયા છે.

અમેરીકાની રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો સર્જાઈ શકે છે. સીએનએન માટે આ હેવાલ તૈયાર કરાયેલ. જે મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ મહિલા નેતાઓનું અપમાન કરે છે. જર્મન ચાન્સેલર મર્કેલા એન્જલને તેમણે બેવકૂફ અને રશિયાના અનુયાયી દર્શાવેલ. ઈંગ્લેન્ડના થેરેસા મેને કમજોર અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈયુનલ મૈક્રોને ઈરાન અને જલવાયુ મુદ્દે ભાંડેલ.

પુતિન અને તુર્કીના રાષ્ટ્રપતિ સાથેની વાતચીતમાં ટ્રમ્પે પૂર્વ રાષ્ટ્રપતિ જયોર્જ ડબલ્યુ બુશ અને બરાક ઓબામાની બુરાઈ કરેલ. અપમાનજનક વાતો કરેલ. તેઓ પોતાના ધન - પદ અંગે અન્યો સાથે ડંફાસો મારે છે અને તેના વખાણ સાંભળવા ગમે છે.

(4:22 pm IST)