Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

પ્રતિબંધો સામેના જુગાડ શોધવા લાગ્યું ચીન : સિંગાપુર અને હોંગકોંગ મારફત ભારતમાં કરી શકે છે રોકાણ

નવી દિલ્હી :  ચીન ભારત વિરૂધ્ધ નવી નવી ચાલો ચાલી રહ્યું છે. કયારેય તે  ભારતીય જમીનને પોતાની ગણાવે છે તો કયારેક સાઇબર એટેકને અંજામ આપવાનો પ્રયત્ન કરે છે તો ભારતને શંકા છે કે ચીન હોંગકોંગ અને સિંગાપુર જેવા ત્રીજા પક્ષના માધ્યમથી માલ અને રોકાણ સપ્લાય કરીને ગેરકાયદે વેપાર કરી શકે છે.

આ બાબત સાથે સંકળાયેલા લોકો અનુસાર, વર્તમાન ડેટાના આધારે ખબર પડે છે કે જે દેશો સાથે મુકત વ્યાપાર સમજુતિ (એફટીએ) અથવા અન્ય દ્વિપક્ષીય વેપાર વ્યવસ્થા છે, તે દેશો મારફત ચીન ભારતમાં માલ અને રોકાણ વધારી શકે છે. તેમણે કહ્યું કે આ ફકત ગેરકાયદેસર જ નથી પણ સ્થાનિક ઉદ્યોગોને નુકશાન પહોંચાડી રહ્યું છે.

આંકડાથી જાણવા મળે છે કે ચીનનું કુલ પ્રત્યક્ષ રોકાણ ઘટયું છે પણ કેટલીય ભારતીય કંપનીઓ એ ચીની રોકાણ પ્રાપ્ત કર્યુ છે. એ જ રીતે હાલમાં ચીનથી આયાતમાં મામુલી ઘટાડો નોંધાયો છે પણ તે દરમ્યાન હોંગકોંગ અને સિંગાપુરથી આયાતમાં વધારો થયો છે. આ આંકડાઓથી જાણવા મળે છે કે કંઇક તો ગડબડ છે અને તેની તપાસની જરૂર છે.

(4:09 pm IST)