Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

જનરલ મેનેજર (પ.રે.) ના સેક્રેટરી તરીકે સચીન અશોક શર્માઃ રવિન્દ્ર ભાકર કેન્દ્રીય ફિલ્મ બોર્ડમાં નિમાયા

રાજકોટ, તા., ૧: રેલ યાતાયાત સેવાના સિનીયર અધિકારી સચીન અશોક શર્માએ જનરલ મેનેજર (પશ્ચિમ રેલ્વે )ના સેક્રેટરી તરીકે સીપીઆરઓ રવિન્દ્ર ભાકર પાસેથી પોતાનો ચાર્જ ર૯ જુને સંભાળી લીધો હતો. રવિન્દ્ર ભાકરની કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડમાં મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિમણુંક થઇ છે. શ્રી સચીન અશોક શર્મા ભારતીય રેલ્વે યાતાયાત સેવાની ર૦૦૯ બેચના અધિકારી છે. પુર્વ મધ્ય રેલ્વેના નાગપુર અને બિલાસપુર રેલ્વે ડીવીઝનના ડીઆરએમ સહીત અન્ય મહત્વના પદ તેઓ શોભાવી ચુકયા છે. અનુભવી અધિકારીની મહત્વના પદે નિમણુંકથી રેલ્વેમાં આનંદની લાગણી ફેલાઇ છે. તસ્વીરમાં સચિન અશોક શર્મા અને રવિન્દ્ર ભાકર નજરે પડે છે.

(3:55 pm IST)