Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

વોડાફોન - આઇડિયાને અત્યાર સુધીનું સૌથી મોટું ૭૩,૮૭૮ કરોડનું નુકસાન

૧૧ કરોડથી વધુ ગ્રાહકો પણ ગુમાવ્યા : હાલમાં ૩૨.૫ કરોડ યુઝરો

નવી દિલ્હી તા. ૧ : દેશની ત્રીજી સૌથી મોટી ટેલીકોમ કંપની વોડાફોન - આઇડિયાએ એક એવો રેકોર્ડ બનાવ્યો છે કે કંપનીને ફાઇનાન્સિયલ વર્ષ ૨૦૧૯-૨૦માં ૭૩,૮૭૮ કરોડનું નુકસાન થયું છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સરકારે ચુકવણીની જોગવાઇ કરવાથી કંપનીનું નુકસાન એટલા સ્તરે પહોંચ્યું છે. કોર્ટે આદેશ આપ્યો હતો કે ચુકવણીની ગણનામાં ગેર ટેલીકોમ આવકને પણ સામેલ કરવામાં આવશે. ત્યારબાદ કંપનીને ૫૧,૪૦૦ કરોડ રૂપિયા ચુકવવાના છે. કંપનીએ કહ્યું કે, આ દેણદારીના કારણે કંપનીનું કામ ચાલુ રાખવા પર પણ અનેક સવાલો ઉભા થયા હતા. ભારતીય કંપની આઇડિયાના વિલય બાદ નવા સ્વરૂપમાં આવેલ. વોડાફોન ઇન્ડિયાને સતત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.

જીયોના આવવાથી સંકટમાંથી પસાર થઇ રહેલી કંપનીની મુશ્કેલી સરકારી વળતરને ચુકવવા માટે સુપ્રીમ કોર્ટના આપેલા આદેશે પણ વધારી દીધી છે. વોડાફોન આઇડિયા તરફથી શેર માર્કેટની જાણકારીમાં જણાવામાં આવ્યું છે કે માર્ચ તિમાહીમાં તેને ૧૧,૬૪૩.૫ કરોડની ખોટ ગઇ છે જે ગયા વર્ષે આ સમયમાં ૪,૮૮૧.૯ કરોડ રૂપિયા હતી. વોડાફોન આઇડિયાને નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન ૧૪,૬૦૩.૯ કરોડ નુકસાન થયું હતું.

(3:51 pm IST)