Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

સોનુ અને ચાંદી ૫૦,૦૦૦ની સપાટીએ

આજે સોનામાં ૧૦ ગ્રામે ૪૦૦ રૂ. અને ચાંદીમાં ૫૦૦ રૂ.નો ઉછાળો

રાજકોટ, તા. ૧ :. બુલીયન માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો થતા બન્ને કિંમતી ધાતુઓના ભાવ ૫૦,૦૦૦ની સપાટીએ પહોંચી ગયા હતા.

બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીના પગલે સ્થાનિક બજારમાં આજે સોનામાં હાજરમાં (૧૦ ગ્રામ)એ ૪૦૦ રૂ.નો ઉછાળો થતા સોનાના ભાવ ૫૦,૦૦૦ની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા હતા. ગઈકાલે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૪૯૬૦૦ રૂ. હતા તે વધીને આજે ૫૦,૦૦૦ રૂ. થઈ ગયા હતા. સોનાના બિસ્કીટમાં એક જ ઝાટકે ૫૦૦૦ રૂ.નો ભાવ વધારો થયો હતો. ગઈકાલે સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૪,૯૬,૦૦૦ રૂ. હતા તે વધીને ૫,૦૦૦૦૦ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.

સોનાની સાથે ચાંદીમાં પણ તેજીનો ચળકાટ જોવા મળ્યો હતો. બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીના પગલે સ્થાનિક બજારમાં ચાંદીમાં ૫૦૦ રૂ.નો ભાવ વધારો થયો હતો. ગઈકાલે ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૪૯૫૦૦ રૂ. હતા તે વધીને આજે બપોરે ૫૦,૦૦૦ રૂ. થયા હતા.

(2:44 pm IST)