Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

તામિલનાડુ : પાવર પ્લાન્ટમાં બ્લાસ્ટ : ૬ના મોત

૧૭થી વધુને ઇજા : છેલ્લા - બ્લાસ્ટનું કારણ અકબંધ

ચેન્નાઇ તા. ૧ : તમિલનાડુનાં નેવેલીમાં નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશનમાં બોયલર બ્લાસ્ટ થયો છે. એનએલસીની પાસે ફાયર બ્રિગેડ ટીમ છે જે સ્થિતિને કાબૂમાં કરવાનો પ્રયત્ન કરી રહી છે. આ સાથે જ સ્થિતિનો તાગ લેવા માટે કુડ્ડાલોર જિલ્લા વહિવટી તંત્રની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હજુ સુધી બ્લાસ્ટ થવાનું કારણ સામે આવ્યું નથી. શરૂઆતનાં રિપોર્ટ પ્રમાણે બોયલર બ્લાસ્ટનાં કારણે ૫ લોકોનાં મોત અને ૧૭ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે.

સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. આવો જ બલાસ્ટ ૭ મેનાં થયો હતો જેમાં ૫ લોકોનાં મોત થયા હતા. ૭ મેનાં નેવેલી પાવર પ્લાન્ટમાં બોયલર બ્લાસ્ટ થયો હતો.ઙ્ગબ્લાસ્ટ ૮૪ મીટર ઊંચાઈવાળા બોયલરમાં થયો હતો. તે સમયે કર્મચારી અને ટેકિનશિયન ૩૨ મીટર પર હાજર હતા. બ્લાસ્ટ બાદ સીઆઈએસએફની ફાયર વિંગે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હતા અને ૫ લોકોનાં મોત થયા હતા.

આ અકસ્માત બાદ કંપનીએ કહ્યું હતુ કે એનએલસીએ ઘટનાની તપાસ માટે ૬ સભ્યોની કમિટિ બનાવી છે, જેની આગેવાની જનરલ મેનેજર કરી રહ્યા છે. કમિટી આખી ઘટનાની તપાસ સાથે જ ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે જરૂરી પગલા ઉઠાવશે. મેની ઘટનાનાં એક મહિના બાદ ફરીથી બોયલર બ્લાસ્ટ થયો છે.

હજુ બ્લાસ્ટનું કારણ જાણી શકાયું નથી. આ વિસ્ફોટ કુડ્ડાડોરમાં નેયવેલી લિગ્નાઇટ કોર્પોરેશનનાં એક બોયલરમાં થયો છે. વિસ્ફોટ બાદ બચાવ અભિયાન ચાલી રહ્યું છે. સાથે જ કુડ્ડાલોર ફાયર બ્રિગેડ પણ બચાવ અભિયાન માટે ઘટનાસ્થળે છે. કુડ્ડાડોર ચેન્નાઈથી ૧૮૦ કિમી દૂર છે. ૭ યૂનિટમાં ૧,૪૭૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે.

(4:09 pm IST)