Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

યુરોપમાં ફેલાયેલો વાયરસ વુહાન કરતા ૧૦ ગણો ઘાતક

સ્ક્રિપ્સ રિસર્ચ ઇન્સ્ટીટયુટના અભ્યાસનું તારણ

ફલોરિડા તા. ૧ :.. યુરોપ અને અમેરિકામાં સાર્સ-કોવ-ર વાયરસની જેનસલ કહેર વરતાવી રહી છે તે ચીનમાં કોરોનું કેન્દ્ર રહેલ વુહાનમાં ડીસેમ્બર-ર૦૧૯ માં ઉત્પન્ન થયેલ વાયરસ કરતા ૧૦ ગણો વધુ ઘાત છે. ફલોરિડા સ્થિત ધ સ્ક્રીપ્સ રિસર્ચ ઇન્સ્ટીટયુટના રિસર્ચરો પોતાના હાલના રિસર્ચના આધારે આવો દાવો કર્યો છે.

તેમણે જણાવ્યું કે સાર્સ-કોવ-ર વાયરસે પોતાની જીનેટીક સંરચનામાં ફેરફાર કરીને સ્પાઇક પ્રોટીનને વધુ મજબુત બનાવી લીધું છે. આ એ પ્રોટીન છે, જે વાયરસને માનવ કોશીકાઓમાં રહેલ એસીઇ-ર રીસેપ્ટરને ઓળખવાની શકિત આપે છે. તેનાથી વાયરસ કોશિકાઓને સરળતાથી શિકાર બનાવી લે છે. સ્પાઇક પ્રોટીનનાં મજબુત થવાથી સાર્સ-કોવ-રને તોડવો પણ અઘરો બની જાય છે. તેનાથી વાયરસ ઝડપભેર પોતાની  વસ્તી વધારી શકે છે અને દર્દી ઓછા સમય ગંભીર સ્થિતિમાં પહોંચી જાય છે.

રિસર્ચર ડો. હેરૂન ચો અનુસાર, વુહાનમાં સાર્સ કોવ-ર વાયરસની ડી-૬૧૪નસલ સક્રિય હતી. અમેરિકા, યુરોપ અને કેનેડામાં સંક્રમણ પહોંચતા પહોંતા તેની જીનેટીક સંરચનામાં કેટલા ફેરફારો આવ્યાઅને નેવી નસલ જી-૬૧૪ અસ્તિત્વમાં આવી. મે સુધીમાં આખું યુરોપ અને અમેરિકા જી-૬૧૪ ના કહેરથી ત્રાહિમામ પોકારી ઉઠી.

દરમ્યાન, વિશ્વ આરોગ્ય સંસ્થાએ સોમવારે સ્પષ્ટ કર્યુ કે કોરોના સંક્રમણ થી બચાવમાં સક્ષમ રસી કોઇ જાદુઇ છડી સાબિત નથી થવાની સાર્સ-કોવ-ર વાયરસની ચેન તોડવા માટે લોકોએ લાંબા ગાળા સુધી માસ્ક પહેરવાનું, સમય સમય પર હાથ ધોવાનું અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરવું અનિવાર્ય રહેશે.

(1:07 pm IST)