Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

સરકારને ચીન સાથે વેપાર નીતિઓ જાહેર કરવા સૂચના આપવા માંગ:સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

ગત વર્ષે 1 મહિનામાં ભારતે ચીન પાસેથી 62.4 અબજ ડોલરની માલની આયાત કરી હતી

નવી દિલ્હી : લદ્દાખમાં એલએસી પર છેલ્લા બે મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન, કેન્દ્ર સરકારે 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. જે બાદ હવે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. જેમાં ભારત સરકારને ચીન સાથે વેપાર નીતિઓ જાહેર કરવા સૂચના આપવા માંગ કરવામાં આવી છે. આ સાથે, અરજીમાં મહારાષ્ટ્ર અને ચાઇનીઝ કંપની વચ્ચે થયેલા કરારને પણ રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે 15-16 જૂનની રાત્રે, ગાલવાન ખીણમાં એક અથડામણમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા. ત્યારબાદથી, બાયકોટ ચીન સમગ્ર દેશમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દરમિયાન બીએસએનએલ, રેલ્વે સહિતની તમામ સરકારી સંસ્થાઓએ ચીની કંપનીઓને અપાયેલા ટેન્ડર રદ્દ કર્યા હતા. જે બાદ હવે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં સરકારને ચીન સાથેની વેપાર નીતિ અંગે સમજાવવા જણાવવામાં આવ્યુ છે

  એક અહેવાલ મુજબ, ભારતમાં કુલ આયાતનો માત્ર 14 ટકા હિસ્સો ચીન છે. ગયા વર્ષે એપ્રિલથી આ વર્ષે ફેબ્રુઆરી સુધીમાં, ભારતે ચીન પાસેથી 62.4 અબજ ડોલરની માલની આયાત કરી હતી. આ સાથે, 15.5 અબજ ડોલરનાં માલની નિકાસ કરવામાં આવી હતી. બાયકોટ ચાઇના અભિયાનથી ચીનને અબજોનું નુકસાન સહન કરવુ પડી રહ્યુ છે.

(12:27 pm IST)