Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ભારતે પ્રતિબંધ મુકતા ડેઈલી રેન્કિંગમાં ટિકટોકનું પતન: 200મા ક્રમે પહોંચી

ટિકટોકે ટૂંકા ગાળામાં 2 અબજ ડાઉનલૉડ હાંસલ કર્યા :તેમાંથી 61 કરોડથી વધારે ડાઉનલૉડ ભારતમાં થયા હતા

નવી દિલ્હી : ભારતે પ્રતિબંધ મુકતાની સાથે જ ડેઈલી રેન્કિંગમાં ટિકટોકનું પતન થયું છે. હજુ બે દિવસ પહેલા સુધી ટોપ-10 મોબાઈલ એપ્લિકેશનમાં સ્થાન ધરાવતી ટિકટોકનું રેન્કિંગ ગગડીને 200મા ક્રમની આસપાસ પહોંચી ગયું હતુ. આ માહિતી ભારતના પૂર્વ વિદેશ સચિવ સૈયદ અકબરૂદ્દિને ટ્વિટર પર શેર કરી હતી.

   તેમણે આ માહિતી એપ માર્કેટની વૈશ્વિક રિસર્ચ એજન્સી સેન્સર ટાવરના આધારે રજૂ કરી હતી. 2019માં ભારતમાં સૌથી વધુ ડાઉનલૉડ થયેલી ટોપ-10 એપમાં શરૂઆતી ક્રમમાં જ ટિકટોક પણ હતી. પ્રતિબંધ મુકાયો એમાં ડેટાની હેરાફેરી કરતી એપ શેરઈટ પણ શામેલ છે. આ એપ ભારતમાં વૉટ્સઅપ અને ફેસબૂક પછી ત્રીજા નંબરની એક્ટિવ એપ હતી

   ટિકટોકે ટૂંકા ગાળામાં 2 અબજ ડાઉનલૉડ હાંસલ કર્યા હતા અને તેમાંથી 61 કરોડથી વધારે ડાઉનલૉડ ભારતમાં થયા હતા. હવે ભારતમાં આ એપ પ્રતિબંધિત થતાં ટિકટોકને મોટો ફટકો પડયો છે. ભારતમાં વધતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને બાઈટડાન્સ ભારતમાં અંદાજે 1 અબજ ડૉલરનું જંગી રોકાણ કરી પોતાની એપનો વ્યાપ વિસ્તારવા માંગતી હતી.

(12:17 pm IST)