Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

દેશભરમાં વિરોધ વચ્ચે પેટ્રોલ-ડીઝલની કિંમતો સતત બીજા દિવસે સ્થિર: ક્રૂડ ઓઇલમાં નરમાઈ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની નરમાઈ વચ્ચે પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની નરમાઈ વચ્ચે પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર છે. આ સતત બીજો દિવસ છે જ્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થયો નથી. નિષ્ણાંતોના મતે ઓઇલની કિંમતોના દેશવ્યાપી વિરોધને કારણે ઓઇલ કંપનીઓ પર દબાણ છે. આ જ કારણ છે કે પેટ્રોલ અને ડીઝલની કિંમતો બે દિવસથી સ્થિર રહી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા મહિનામાં એટલે કે જૂનમાં ડીઝલ 11.14 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું હતું જ્યારે પેટ્રોલના ભાવમાં 9.17 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. નેશનલ કેપિટલમાં ડીઝલ પેટ્રોલ કરતા વધારે કિંમતે મળી રહ્યું છે

(12:11 pm IST)