Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

છેલ્લા ૧૨ વર્ષમાં ભારતમાં આ વર્ષે જૂન મહિનામાં સિઝનનો સૌથી વધુ વરસાદ

ભારતમાં ૧૯૬.૨ મીમી વરસાદ નોંધાયો હતો, જે વર્ષ ૨૦૦૮ પછીનો સૌથી વધુ વરસાદ

નવી દિલ્હી : દેશમાં ચોમાસાનું આગમન થઇ ચૂક્યું છે છેલ્લા ૧૨ વર્ષમાં ભારતમાં આ વર્ષે જૂન મહિનો સૌથી સારો રહ્યો હતો. મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વમાં પણ ભારે વરસાદ પડ્યો છે

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, જૂન મહિના દરમિયાન ભારતમાં ૧૯૬.૨ મીમી વરસાદ નોંધાયો હતો, જે વર્ષ ૨૦૦૮ પછીનો સૌથી વધુ વરસાદ હતો, તે વખતે જૂનમાં ૨૦૨ મીમી વરસાદ પડો હતો. જૂનનો સામાન્ય વરસાદ હાલમાં ૧૬૬.૯ મીમી જેટલો છે. ચોમાસાના ચાર મહિનામાં જૂન પ્રથમ મહિનો છે અને આ મહિના દરમિયાન પડેલો વરસાદ દેશમાં ખરીફ પાકની વાવણી માટે શ્રે માનવામાં આવે છે.

આ વર્ષે જૂન મહિનામાં પડેલો વરસાદ પાછલા વર્ષના જૂનની સરખામણીમાં અલગ હતો, જે ૩૩ ટકા ઓછા વરસાદ સાથે ખતમ થયો હતો અને છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં સૌથી સૂક્કો મહિનો હતો. તેમ છતાં, ૧૯૯૪ બાદથી ૨૦૧૯નું ચોમાસું સૌથી સાં રહ્યું હતું, જેમાં લાંબાગાળાના સરેરાશ કરતાં ૧૦ ટકાથી વધુ વરસાદ પડો હતો.

ભારતમાં આ જૂન મહિનામાં સારો અને એકસરખો વરસાદ પડો હતો. હવામાન વિભાગના ૩૬ પેટા વિભાગોમાંથી માત્ર ૬માં ઓછો વરસાદ નોંધાયો હતો, તેમ આઈએમડીના હેડ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું. ચોમાસાએ ૧૨ દિવસ પહેલા એટલે કે ૨૬મી જૂન સુધીમાં સમગ્ર દેશને આવરી લીધો હતો. સામાન્ય રીતે આમ ૮ જુલાઈએ થતું હોય છે. મોહપાત્રાએ કહ્યું કે, ૩ વેધર સિસ્ટમના કારણે આ વખતે વહેલું ચોમાસું બેસી ગયું છે.

(11:39 am IST)