Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

કોરોના વાઇરસઃ અમેરિકામાં દરરોજ એક લાખ કેસોની ચેતવણી

વોશીંગ્ટન, તા.૧: દુનિયામાં કોરોના સંક્રમણના કેસોનો આંક એક કરોડ ત્રણ લાખને પાર કરી ગયો છે અને મૃતકોની સંખ્યા પાંચ લાખ સાત હજારને પાર કરી ગઈ છે.

અમેરિકા દુનિયાનો સૌથી વધારે અસરગ્રસ્ત દેશ છે. અમેરિકામાં ૨૬ લાખ ૧૨ હજારથી વધારે લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે તો મરણાંક એક લાખ ૨૬ હજારને પાર કરી ગયો છે.

સંક્રમક રોગોના નિષ્ણાત ડોકટર ફાઉચીએ ચેતવણી આપી છે કે અમેરિકામાં વાઇરસ હજી કાબૂમાં નથી આવ્યો અને દરરોજ એક લાખ સુધી કેસ આવી શકે છે. એમણે કહ્યું કે લોકોએ સામાજિક અંતર જાળવવાના નિયમનું પાલન ન કર્યું અને માસ્ક પહેરવાનું શરૂ ન કર્યું તો પ્રતિદિન કેસનો આંક એક લાખ પર જઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં હાલ દરરોજ ૪૦ હજાર જેટલા કેસ સામે આવે છે. સંક્રમણને મામલે અમેરિકા પછી બ્રાઝિલ છે, પછી રશિયા છે અને ભારત ચોથે સ્થાને છે.

ચીનમાં વૈજ્ઞાનિકોએ એક નવા ફ્લૂની ઓળખ કરી છે જે મહામારી બની શકે એવી પ્રબળ આશંકા છે.

(10:52 am IST)