Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

દેશમાં ૨૪ કલાકમાં ૫૦૭ના મોતઃ ૧૮૬૫૩ નવા કેસ નોંધાયા

કોરોના વાયરસ હજુએ બિહામણી રીતે ધુણે છેઃ ભારતમાં અત્યાર સુધીમાં ૧૭૪૦૦ લોકોને ભરખી ગયોઃ કુલ કેસ ૫૮૫૪૯૩ થયાઃ દિલ્હીમાં ૨૭૪૨, મહારાષ્ટ્રમાં ૭૮૫૫, ગુજરાતમાં ૧૮૪૬, યુપીમાં ૬૯૭, તામીલનાડુમાં ૧૨૦૧ લોકોના મોત થયા છેઃ ૩.૪૭ લાખ દર્દીઓ સાજા થયા

નવી દિલ્હી, તા. ૧ :. ભારતમાં કોરોનાના કેસ રોકેટગતિએ વધી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૬૫૩ નવા પોઝીટીવ કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન ૫૦૭ લોકોના મોત થયા છે. એક દિવસમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા આ સૌથી વધુ છે.

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ સાથે જ ભારતમાં હવે કોરોના વાયરસના કુલ ૫૮૫૪૯૩ કેસ થઈ ગયા છે.

આમાથી ૩૪૭૯૭૯ લોકો સાજા થયા છે અથવા તો હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે તો કોવિડ-૧૯થી અત્યાર સુધીમાં ૧૭૪૦૦ લોકોના મોત થયા છે.

આઈસીએમઆરના જણાવ્યા પ્રમાણે ૩૦ જૂન સુધીમાં પરીક્ષણ કરવામાં આવેલા કુલ સેમ્પલની સંખ્યા ૮૬૨૬૫૮૫ છે. જેમાંથી ૨૧૭૯૩૧ સેમ્પલનું ગઈકાલે પરિક્ષણ કરવામાં આવ્યુ હતું.

દિલ્હીમાં મંગળવારે ૨૧૯૯ નવા કેસ આવ્યા હતા અને સોમવારે ૬૨ લોકોના મોત થયા હતા. અત્યાર સુધીમાં ૨૭૪૨ લોકોના મોત થયા છે.

કોરોનાથી મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત છે અહીં કુલ દર્દીઓનો આંકડો ૧૭૪૭૬૧નો થયો છે અને ૭૮૫૫ લોકોના મોત થયા છે. તામીલનાડુમાં કુલ દર્દીઓની સંખ્યા ૯૦,૦૦૦ની થઈ છે. અત્યાર સુધીમાં ૧૨૦૧ના મોત થયા છે. યુપીમાં ૨૩૪૯૨ કેસ છે અને ૬૯૭ લોકોના મોત થયા છે. ગુજરાતમાં કુલ દર્દીઓનો આંકડો ૩૨૫૫૭ છે અને ૧૮૪૬ લોકોના મોત થયા છે.

(10:50 am IST)