Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ભારતમાં સૌ પ્રથમ જામનગરમાં ઉતરશે રાફેલ : 27મી છ રાફેલ વિમાનોનું ભારતમાં આગમન

વિશ્વના સૌથી ઘાતક ફાઈટર જેટ્સ રાફેલ પ્રથમ જામનગરમાં લેન્ડ થશે

નવી દિલ્હી : વિશ્વના સૌથી ઘાતક મનાતા ફાઈટર જેટ્સ રાફેલ ભારતમાં સૌ પ્રથમ જામનગરમાં લેન્ડ થશે આ રાફેલ માટે ભારત અને ફ્રાન્સ વચ્ચે સોદો થયેલ છે ત્યારે ચાઇના સાથેના ટકરાવ વચ્ચે આગામી 27મી જુલાઈએ છ રાફેલ વિમાનોનું ભારતમાં આગમન થશે ભારતનું સૌ પ્રથમ રાફેલ જામનગરમાં ઉતરશે.

ફ્રાન્સ પાસેથી ભારતને મળનાર અત્યાધુનિક દસોલ્ટ રફાલ વિમાન ભારતમા જામનગરની ધરતી પર ઉતરશે. ભારતનું પ્રથમ રાફેલ વિમાન જામનગરની ધરતી પર લેન્ડ કરશે. ભારતને 27 જુલાઈએ 6 રાફેલ સોંપી દેવામાં આવશે. અગાઉ જગુઆર વિમાનનું ઉતરણ જામનગર ખાતે કરાયુ હતું.
જામનગર ખાતે ભારતીય વાયૂ સેનાનુ જંગી એરબેઝ છે.

 

(12:06 am IST)