Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

હવે બિગબજાર, બ્રાન્ડ ફેકટરી સહિતના ફ્યુચર ગ્રુપ જેવા 1500 આઉટલેટ પર રિલાયન્સના બોર્ડ લાગશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે નિલગીરી તથા ઇઝી ડે ઉપરાંત ફ્યુચર ગ્રુપનાં બ્રાન્ડ ફેકટરી અને લાઈફસ્ટાઈલ સ્ટોર્સને ખરીદી લેશે

મુંબઈ ;દેશની નંબર વન કંપની તરીકે સતત આગળ વધતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે બિગબજાર, નિલગીરી તથા ઇઝી ડે ઉપરાંત ફ્યુચર ગ્રુપનાં બ્રાન્ડ ફેકટરી અને લાઈફસ્ટાઈલ સ્ટોર્સને ખરીદી લેશે અને આ ડીલ અત્યંત આગળ વધી ગઇ છે.કિશોર બિયાની કે જે ફ્યુચર ગ્રુપના વડા છે અને દેશમાં બિગબજાર જેવા કોન્સ્પેટને સૌથી મહત્વ આપ્યું તે લાંબા સમયથી પોતાના રીટેઇલ બિઝનેસ વેચવા માટે કોઇ સારા ગ્રાહકની શોધમાં અને અંતે રિલાયન્સ ઇન્ડ્સ્ટ્રીઝ કે જે દેશમાં રિલાયન્સના ગ્રોસરીથી લઇ ફેશન સહિતનાં મોલ ધરાવે છે તે હવે બિગબજાર સહિતના સ્ટોર્સ પર કબજો કરી લેશે.

કિશોર બિયાનીની કંપની બિયાની ફ્યુચર રીટેઇલ,ફ્યુચર લાઈફ સ્ટાઈલ ફેશન અને ફ્યુચર સપ્લાય ચેઇન સોલ્યુશન આ ત્રણેય મર્જ કરી દેવામાં આવશે અને તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખરીદી લેશે.હાલમાં જ ફ્યુચરમાં અમેરિકન કંપની એમેઝોન તથા બ્લેકસ્ટોન બંનેએ રોકાણ કયું હતું પરંતુ અંતે બાજી રિલાયન્સ રિટેઇલ મારી જાય તેવી તૈયારી છે.

હાલમાં જ આ કંપનીએ વોટ્સએપ સાથે સંકલન કરીને તેના કિરાના વેપારને મોલથી લઇ નાની દુકાન સુધી વિસ્તારવાની મહત્વાકાંક્ષી યોજના અમલમાં મુકી છે અને હવે તા. 15 જુલાઈના જ્યારે રિલાયન્ડ ઇન્સ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા છે તે પૂર્વે આ ડીલ ફાઈનલ થઇ જશે. બિયાની એક વખત રિટેઇલ કીંગ તરીકે ઓળખાતા હતા તેના બદલે મુકેશ અંબાણી રિટેઇલ કીંગ બની જશે.ફ્યુચર ગ્રુપ તેના જંગી દેવાને ચૂકવવા માટે તેને બિઝનેસને વેચવા સિવાય કોઇ વિકલ્પ રહ્યો ન હતો.

હાલ બંને કંપનીઓ તેમના કરારમાં આગળ વધી રહી છે.ફ્યુચર ગ્રુપ પાસે અલગ અલગ ફોર્મેટના 1500 સ્ટોર છે તેમાં બિગબજાર સૌથી જાણીતુ છે તો બ્રાન્ડ ફેકટરી પણ જાણીતુ બની ગયું છે તે ટૂંક સમયમાં રિલાયન્સ ગ્રુપમાં સમાઈ જશે.

(12:00 am IST)