Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

સૌથી મોટો પરમાણુ ફ્યુઝનનું ક્રાયોસ્ટેટ ભારતથી ફ્રાન્સ જશે

વિશ્વમાં ગુજરાતનો ડંકો વાગશે : આ યંત્રને પરમાણુ સંયંત્રનું ફ્રીજ પણ કહેવાય છે કેમ કે એટોમિક ઊર્જાથી નીકળનારી ગરમી, કૂલેંટને ઠંડુ રાખે છે

સુરત, તા. ૩૦વિશ્વનું સૌથી મોટું પરમાણુ ફ્યુઝન પ્રોજેક્ટ ફ્રાન્સમાં બની રહ્યું છે. તેને બનાવવામાં અંદાજે ડોઢ લાખ રૂપિયા લાગી રહ્યાં છે. પ્રોજેક્ટમાં ભારતની મોટી ભૂમિકા છે. પરમાણુ સંયંત્રનું હદય કહેવાતું એવું યંત્ર ભારતે બનાવ્યું છે. યંત્રને ક્રાયોસ્ટેટ કહેવાય છે અથવા તો તેને પરમાણુ સંયંત્રનું ફ્રીજ પણ કહી શકાય છે. કેમ કે એટોમિક ઉર્જાથી નીકળનારી ગરમી, કૂલેંટ વગેરેને ઠંડુ રાખે છે. તસ્વીરમાં દેખાઈ રહ્યું છે કે સ્ટીલનો ઢાંચો ફ્રીજનું કવર છે. મહત્વનું છે કે, આજે સમગ્ર વિશ્વમાં ભારતનો અને એમાંય વિશેષે કરીને ગુજરાતનો ડંકો વાગવા જઈ રહ્યો છે.

          વિશ્વની સૌથી મોટી ન્યુક્લિઅર ફ્યુઝન રિએક્ટર માટે સુરતની હજીરામાં આવેલી ન્શ્ હેવી એન્જિનિયરિંગ દ્વારા મેક ઈન ઈન્ડિયા પહેલ અંતર્ગત બનાવવામાં આવેલ "ક્રાયોસ્ટેટ" ટોપ લીડનો અંતિમ ભાગ ભારતથી ફ્રાન્સ ખાતે રવાના કરાશે. ભારતીય કંપની ન્શ્ દ્વારા વિશ્વનાં સૌથી મોટા ન્યૂક્લિયરર ફ્યુઝન રિએક્ટરનાં સૌથી મોટા સેક્શન ૧૨૫૦ એમટીનાં ક્રાયોસ્ટેટ બેઝનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જે મેક ઈન ઈન્ડિયા પ્રોજેકટ અંતર્ગત કરવામાં આવ્યું છે. આજે તેનો અંતિમ પાર્ટ ટોપ લિડ સેક્ટર્સ હજીરાથી ફ્રાન્સ ખાતે રવાના થશે. દોઢ લાખ કરોડ રૂપિયાનાં ખર્ચે ફ્રાન્સમાં બની રહેલા વિશ્વનાં સૌથી મોટા પરમાણુ ફ્યૂઝન પ્રોજેક્ટમાં ભારતનું સૌથી મહત્ત્વપૂર્ણ યોગદાન છે. જેમાં ગુજરાતનું વિશેષ યોગદાન છે.

          ન્શ્ કંપનીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, "ન્શ્ ની એન્જિનિયરિંગ ટીમે લોકડાઉન દરમિયાન ૧૨૫૦ ટનનાં ક્રાયોસ્ટેટને તૈયાર કરવા માટે મશીનની આપૂર્તિ કરી હતી, જેને લીધે તેની બનાવટમાં કોઈ મોડું થાય. ક્રાયોસ્ટેટ રિએક્ટરનું વેક્યુમ વેસલનાં ચારે બાજુથી અભેદ્ય કન્ટેનર બનાવે છે અને એક મોટા રેફ્રિજરેટર તરીકે તે કામ કરે છે. ભારત દેશોમાં સામેલ છે કે જે ફ્રાન્સનાં કૈડારાચમાં ૨૦ અરબ અમેરિકન ડોલરનાં આંતરરાષ્ટ્રીય થર્મોન્યૂક્લિયર પ્રાયોગિક રિએક્ટર (ૈં્ઈઈ) નો ભાગ છે. તે વિશ્વની સૌથી મોટી શોધમાંની એક છે. ઈન્ટરનેશનલ થર્મોન્યૂક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર (ૈં્ઈઈ)નું સભ્ય દેશ હોવાને કારણે ભારતે ક્રાયોસ્ટેટને બનાવવાની જવાબદારી લીધી છે. પહેલા પ્રોજેક્ટ ચીનને મળવાનો હતો પરંતુ તેને ભારતે લઈ લીધો.

          ફ્રાંસમાં બની રહેલ વિશ્વનું સૌથી પરમાણુ સંયંત્રમાં જ્યારે કામ શરૂ થશે ત્યારે ત્યાં તાપમાન ૧૫ કરોડ ડિગ્રી સેલ્સિયસ થઈ જશે. જે સૂર્યનાં કેન્દ્રથી ૧૦ ગણું વધારે હશે. ગરમીને શાંત કરવા માટે ક્રાયોસ્ટેટ લગાવવામાં આવશે. ક્રાયોસ્ટેટ એટલે કે પરમાણુ સંયંત્રનાં ફ્રીજનું કુલ વજન ૩૮૫૦ ટન છે. તેનું ૫૦મો અને અંતિમ ભાગનું વજન અંદાજે ૬૫૦ ટન છે. ભાગ ૨૯. મીટર પહોળો અને ૨૯ મીટર ઊંચો છે. ભારત, અમેરિકા, જાપાન, રશિયા સહિત દેશમાં મળીને નવો એટોમિક પ્લાન્ટ બનાવી રહ્યું છે. જેને નાનો સૂરજ કહેવામાં આવી રહેલ છે. ક્રાયોસ્ટેટનો નીચો ભાગ છેલ્લે જુલાઈનાં રોજ મોકલવામાં આવ્યો હતો. જ્યારે વર્ષે માર્ચમાં તેની ઉપરનાં સિલેન્ડરને મોકલાયું હતું જ્યારે હવે તેનું ઢાંકણું મોકલવામાં આવી રહ્યું છે.

આખરે ક્રાયોસ્ટેટ શું છે?

*          ક્રાયોસ્ટેટ સ્ટીલનું હાઈ વેક્યૂમ પ્રેશર ચેમ્બર હોય છે. કોઈ રિએક્ટર જો વધારે ગરમી પેદા કરે તો તેને ઠંડુ કરવા માટે એક વિશાળ રેફ્રિજરેટરની જરૂર પડે છે. જેને 'ક્રાયોસ્ટેટ' કહેવાય છે.

*          પ્રોજેક્ટ અંતર્ગત તેનું તાપમાન ૧૫ કરોડ ડિગ્રી સેલ્સિયસ થઈ જશે. જે સૂર્યનાં કેન્દ્રથી ૧૦ ગણું વધારે હશે.

*          ક્રાયોસ્ટેટ એટલે કે પરમાણુ સંયંત્રનાં ફ્રીજનું કુલ વજન ૩૮૫૦ ટન છે. તેનું ૫૦મો અને અંતિમ ભાગનું વજન અંદાજે ૬૫૦ ટન છે. ભાગ ૨૯. મીટર પહોળો અને ૨૯ મીટર ઊંચો છે.

*          ભારત, અમેરિકા, જાપાન, રશિયા સહિત દેશમાં મળીને નવો એટોમિક પ્લાન્ટ બનાવી રહ્યું છે.

*          ક્રાયોસ્ટેટનો નીચો ભાગ છેલ્લે જુલાઈનાં રોજ મોકલાયો હતો. જ્યારે વર્ષે માર્ચમાં તેની ઉપરનાં સિલેન્ડરને મોકલાયા બાદ હવે તેનું ઢાંકણું મોકલવામાં આવી રહ્યું છે.

*          ફ્રાન્સનાં પ્રોજેક્ટમાં ભારતનું ટકા યોગદાન છે.

(12:00 am IST)