Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

જો બાઇડને ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી મેધા રાજને ડિજિટલ ચિફ ઓફ સ્ટાફ તરીકે નિમણુંક આપી : પ્રેસિડન્ટ પદના પ્રચાર માટેની તમામ ડિજિટલ કામગીરી સંભાળશે

વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડને પોતાના પ્રચાર માટે ડિજિટલ ચીફ ઓફ સ્ટાફ તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી મેધા રાજને ચિફ  ઓફ સ્ટાફ તરીકે નિમણુંક આપી છે.

ઉપરોક્ત નિમણૂંક અંગે હર્ષ વ્યક્ત કરતા સુશ્રી રાજે જણાવ્યું હતું કે ચૂંટણી આડે 130 દિવસ બાકી છે તેવા સંજોગોમાં અમે એક પણ મિનિટ બગાડવા માંગતા નથી.
ઉલ્લેખનીય છે કે કોવિદ -19 ના વ્યાપને કારણે ચૂંટણી પ્રચાર ડિજિટલ માધ્યમથી થઇ રહ્યો છે.

(1:50 pm IST)