Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

આયર્લેન્ડમાં ભારતીય મુળના લિયો વરાડકર બન્યા નાયબ વડાપ્રધાન

લંડન તા. ૩૦ : આયર્લેન્ડના ભારતીય મુળના વડાપ્રધાન લિયો વરાડકરએ માઇકલ માર્ટિન સાથે ઐતિહાસિક સમજૂતી કર્યા પછી એમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. વડાપ્રધાન બનવા માટે માર્ટિનનો માર્ગ મોકળો કરી આપવા માટે વરાડકરે ત્યાગપત્ર આપ્યું છે. હવે નવી સરકારમાં તેઓ નાયબ વડાપ્રધાન હશે. જો કે, ગઠબંધન સમજૂતી અનુસાર લિયો વરાડકર બે વર્ષ પછી ફરીથી વડાપ્રધાન પદ પર આવી જશે.

આયલેન્ડમાં વડાપ્રધાન કાર્યાલય પર મુખ્ય બે મધ્યમાર્ગી પક્ષ-વરાડકરનો ફાઇન ગેલ અને માર્ટીનના ફિયાના ફેલનો કબ્જો છે. આ સપ્તાહે ગ્રીન પાર્ટી સાથે સત્તા વહેંચણી સમજૂતીને પૂર્ણ કરવા માટે તે મહત્વકાંક્ષી જલવાયુ લક્ષ્યો પર સહમત થયા હતાં.

માર્ટિન ડિસેમ્બર ર૦રર સુધી આયર્લેન્ડનું નેતૃત્વ કરે તેવી શકયતા છે. ત્યાર પછી વરાડકર પ્રધાનમંત્રી તરીકે ફરીથી સત્તા સંભાળશે.વરાડકરે રવિવારે ટ્ટિ કર્યુ હતું કે, આજે નાયબ વડાપ્રધાન તરીકે મારો પ્રથમ દિવસ છે. હું કનોટ રેન્જર્સનું સ્મરણ કરી રહ્યો છું, જેમણે ૧૦૦ વર્ષ પહેલા ભારતમાં આયર્લેન્ડની સ્વતંત્રતા માટે અવાજ ઉઠાવ્યો હતો.

(10:11 am IST)