Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

ઇન્દોરમાં બપોર બાદ ભારે વરસાદ ખાબક્યો :નીચાળવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા

મનપા પરિસર અને કાર્યાલયમાં પાણી ફરી વળ્યાં

મધ્યપ્રદેશના શહેર ઇન્દોરમાં રવિવારે બપોરે ભારે વરસાદ ખાબક્યો હતો. ત્યારે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જો કે આ વિસ્તારમાંથી પાણી ઉલેચવાની જેની જવાબદારી છે તે મહાનગરપાલિકા પોતે પાણીમાં તરી રહી હતી.

 

બે કલાક વરસેલા વરસાદમાં મહાનગરપાલિકા પરિસર અને કાર્યાલયમાં પાણી ભરાઇ ગયું હતુ. કર્મચારીઓને જળમગ્ન કાર્યલયમાં કામ કરવું પડ્યું હતું. જોકે આ સ્થિતિથી માત્ર કર્મચારીઓને જ નહીં પરંતુ મહાપાલિકાની ઓફિસે આવનારા લોકોએ પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

(12:00 am IST)