Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

પુષ્પા 2 ટીમની બસને અકસ્માત નડ્યો: ક્રૂ મેમ્બર્સને લઈ જતી બસ તેલંગાણાના નાલગોંડા જિલ્લામાં બીજી બસ સાથે અથડાઈ

કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ જ્યારે કેટલાકને સામાન્ય ઈજા : ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા

મુંબઈ : સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2ની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે લોકો આ વર્ષે જ આ ફિલ્મ જોવા મળશે. આ દરમિયાન એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. પુષ્પા 2 ટીમની બસને અકસ્માત નડ્યો હતો.અહેવાલો અનુસાર, પુષ્પા 2 ના ક્રૂ મેમ્બર્સને લઈ જતી બસ મુસાફરી કરી રહી હતી ત્યારે તે તેલંગાણાના નાલગોંડા જિલ્લામાં બીજી બસ સાથે અથડાઈ હતી.

  જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે કેટલાકને સામાન્ય ઈજા થઈ છે. આ અકસ્માત અંગે પુષ્પા 2 ની ટીમ દ્વારા સત્તાવાર રીતે કંઈપણ જાહેર કરવામાં આવ્યું નથી. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત બાદ ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

  વર્ષ 2021માં રીલિઝ થયેલી સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાએ એવો ધમાકો મચાવ્યો હતો કે ત્યારથી બધા આ ફિલ્મના બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. સત્તાવાર રીતે પુષ્પા 2 ની પણ જાહેરાત કરવામાં આવી છે. થોડા સમય પહેલા નિર્માતાઓએ પુષ્પા 2નો ટીઝર વીડિયો અને અલ્લુ અર્જુનનું પોસ્ટર રીલીઝ કર્યું હતું, જેણે ચાહકોના ઉત્સાહમાં વધુ વધારો કર્યો હતો. ટીઝર અને પોસ્ટર સામે આવ્યા પછી, ચાહકો આ ફિલ્મ માટે ઉત્સુક દેખાઈ રહ્યા છે અને દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે પુષ્પા 2 ક્યારે જોવા મળશે.

(12:08 am IST)