Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

વી ટ્રાન્સફર ડોટ કોમ પર સરકારે પ્રતિબંધ ફરમાવ્યો

લોકડાઉન દરમિયાન ભારતમાં ઉપયોગ વધ્યો હતો : વી ટ્રાન્સફર ફાઇલ શેરિંગ માટે પોપ્યુલર વેબસાઇટ છે

નવી દિલ્હી,તા. : ભારત સરકારના દૂરસંચાર વિભાગે પોપ્યુલર ફાઇલ શેરિંગ વેબસાઇટ વી ટ્રાન્સફર ડોટ કોમ પર પ્રતિબંધ લાદ્યો છે. સરકારનું કહેવુ છે કે દેશ અને પ્રજાના હિતોને ધ્યાનમાં રાખીને વેબસાઇટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દૂરસંચાર વિભાગે દેશમાં ત્રણ URL પર પ્રતિબંધ મૂકવા માટે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને નોટિસ પાઠવી હતી, પહેલી બે નોટિસમાં વેબસાઇટ પર બે URL અને ત્રીજી નોટિસમાં સમગ્ર વેબસાઇટને પ્રતિબંધિત કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. વી ટ્રાન્સફર ફાઇલ શેરિંગ માટે પોપ્યુલર વેબસાઇટ છે.

          દુનિયાભરમાં લાખો લોકો વેબસાઇટનો ઉપયોગ કરતા આવ્યા છે અને લોકડાઉન દરમિયાન ભારતમાં વેબસાઇટના યૂઝર્સમાં ભારે વધારો જોવા મળ્યો હતો, વેબસાઇટની મદદથી જીબી સુધી ફાઇલ ઇમેલ થ્રૂ મોકલી શકાયછે. વેબસાઇટના પેઇડ પ્લાન દ્વારા યૂઝર્સ હાઇ રેઝોલ્યુશન અને સાઇઝની ફાઇલ પણ મોકલી શકે છે.જોકે મોટાભાગના લોકો વેબસાઇટના ફ્રી પ્લાનનો ઉપયોગ કરી રહ્યા હતા. સરળ પ્રક્રિયાને લીધે ભારતમાં તેનો ઉપયોગ વધ્યો હતો. જોકે સરકાર તરફથી વેબસાઇટને બંધ કરવાના નિર્ણય પર કોઇપણ પ્રકારની સ્પષ્ટતા જાહેર કરવામાં આવી નથી.

         દેશમાં મોટાભાગના ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ સાઈટને પ્રતિબંધિત કરી ચૂક્યા છે. સરકારઅનેક વેબસાઇટ્સ બૈન કરી ચૂકી છે. લોકસભા ચૂંટણી ૨૦૧૯ દરમિયાન મિનિસ્ટ્રી ઓફ ઇન્ફર્મેશન એન્ડ ટેકનોલોજીએ માહિતી આપી હતી કે દેશમાં પ્રતિબંધિત કરવામાં આવતી ેંઇન્માં ૪૪૨ ટકાનો વધારો જોવા મળ્યો છે. જેમાંથી મોટાભાગની વેબસાઇટ્સ મૈલવેયર અને પોર્નોગ્રાફીને લીધે બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.

(10:04 pm IST)